Site icon Revoi.in

ઈન્ટરનેટના સસ્તા દરમાં ભારત સમગ્ર વિશ્વમાં 28મા સ્થાન પર – સૌથી સસ્તું ઈન્ટરનેટ ઈઝરાયેલમાં

Social Share

દિલ્હી – ભારત  વિશ્વનો એવો દેશ બન્યો છે કે જ્યા સૌથી સસ્તુ ઈન્ટરનેટ સેવા આપવા બાબતે 28મો ક્રમે જોવા મળે છે,ત્યારે સવાલ એ છે કે જ્યારે ઈન્ટરનેટના દર બાબતે ભારત 28મા સ્થાને છે તો પ્રથમ કોણ હશે, તો સમગ્ર વિશ્વમાં જ્યા સૌથી સસ્તા દરે ઈન્ટરનેટની સેવલા પુરી પાડવામાં આવે છે તેવો દેશ ઈઝરાયલ છે, જે પ્રથમ સ્થાન ધરાવે છે.

અર્થાત ભારત હજુ પમ મોંધા ભાવે ઈવન્ટરનેટ સેવા આપી રહ્યું છે,. ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર આંકવામાં આવ્યો છે,આ સમગ્ર ઈન્ટરનેટના દરની બાબતનો એક ખાસ રિપોર્ટ બ્રિટિશ કંપની કેબલ દ્રારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ઉપલબ્ધ વિવિધ કંપનીઓના 58 ડેટા પ્લાનની વિગતવાર તપાસ કર્યા બાદ આ માહિતી રજુ કરવામાં આવી હતી.

દેશમાં વિતેલા વર્ષ દરમિયાન ઈન્ટરનેટ  ડેટાનો સરેરાશ ભાવ (૬.૭૦ રૂપિયા નોંધાયો હતો.જો કે ચાલુ વર્ષે ઘણો વધારો થયો છે,ત્યારે ઈન્ટરનેટ ડેટા સૌથી સસ્તો ઈઝરાયેલમાં આપવામાં આવે છે ઈઝરાયેલ આ બાબતમાં પ્રથમ સ્થાને આવ્યું છે.

ડેટાની કિમંત સરેરાશ ઈઝરાયેલમાં ૦.૦૫ ડૉલર નોંધાઈ  છે. જ્યારે આ બાબતમાં કિર્ગિઝસ્તાન બીજા સ્થાને આવ્યું છે. તો બીજી તરફ સમગ્ર વનિશ્વમાં સૌથી મોંઘુ ઈન્ટરનેટ ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં આપાતું હોવાનું નોંધાયુ છે. આ દેશમામં સરેરાશ ડેટાનો ભાવ ૪૯.૬૭ ડૉલર નોંધાવામાં આવ્યો છે.

સાહિન-