Site icon Revoi.in

લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાને પગલે ભારત લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 38મા સ્થાને

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની હરણફાડ ભરી છે, તેમજ વિદેશી મૂડીરોકાણ વધવાની સાથે કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત યોજના તથા મેકઈન ઈન્ડિયા સહિતની યોજનાઓના પગલે ઔદ્યોગિક વિકાસને પગલે રોજગારીની તકો ઉભી થઈ છે, તેમજ ભારતમાં સ્માર્ટફોન સહિતની વસ્તુઓની નિકાસ પણ વધી છે. દરમિયાન લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં પણ ભારતનું સ્તર વધ્યું છે.

લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 38મા સ્થાને પહોંચી ગઈ છે. 2014માં ભારત 54મા ક્રમે હતું. આ સ્થાન  2014 થી 2022 સુધી 16 ક્રમાંકે આગળ વધ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેને પ્રોત્સાહક વલણ ગણાવ્યું છે જે સરકારી સુધારાઓ દ્વારા સંચાલિત છે અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક ટ્વીટમાં, તેમણે કહ્યું કે આ લાભો ખર્ચમાં ઘટાડો કરશે અને દેશના વ્યવસાયોને વધુ સ્પર્ધાત્મક બનાવશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગના વિકાસ કરવામાં આવ્યાં છે. તેમજ એક્સપ્રેસ-વેના નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવા રોડ-રસ્તાઓ અને હાઈવે બનવાને કારણે પરિવહન પણ ઝડપી બન્યું છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ પરિવહન સુવિધાઓ વધારે સુદ્રઢ બનાવામાં આવી રહી છે. 

આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, FY16 માં 6061 કિમીની સરખામણીએ FY22 માં બાંધવામાં આવેલા 10457 કિમી ધોરીમાર્ગો/રસ્તાઓની મદદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH)/માર્ગ નિર્માણમાં ઝડપી વધારો થયો છે. FY 2020માં અંદાજપત્રીય ખર્ચ ₹1.4 લાખ કરોડ હતો તે વધીને FY23માં ₹2.4 લાખ કરોડ થઇ ગયો, જે મૂડી ખર્ચને નવેસરથી આગળ વધવા માટે વેગ આપે છે. ઓક્ટોબર 2022 સુધીમાં 2359 કિસાન રેલ્વેએ લગભગ 7.91 લાખ ટન નાશવંત પદાર્થોનું પરિવહન કર્યું હતું.

2016 માં UDAN (ઉડાન) યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ હવાઇ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. 8 વર્ષમાં મુખ્ય બંદરોની ક્ષમતા બમણી થવાની નજીક પહોંચી ગઇ છે. 100 વર્ષ જૂના કાયદાના સ્થાને ઇનલેન્ડ જહાજ અધિનિયમ 2021 અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી આંતરદેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપતા જહાજોની મુશ્કેલી મુક્ત અવરજવર સુનિશ્ચિત કરી શકાય.