વિશ્વભરમાં રસીકરણ મામલે ભારત ચોથા સ્થાન પર,અમેરિકા પ્રથમ નંબરે
- ભારતમાં રસીકરણ ઘીમુ પડ્યું
- વિશ્વભરમાં આ મામલે ભારતનો ચોથો નંબર
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી સર્જાઈ રહી છે ત્યારે કોરોનાને માત આપવા તેને અટકાવવા દરેક દેશોમાં વેક્સિનેશનની પ્રકિયા તેજ બનાવવામાં આવી રહી છે, જે હેઠળ ભારતમાં પણ મોટા પાયે વેક્સિન આપવામાં આવી રહી છે, દેશના પીએમ મોદીએ કોરોના સામે અનેક લોકોને વેક્સિન મળી રહે તેવા પ્રયત્નો પાર પાડ્યા છે.
વિશ્વભરમાં જો ભારતની વાત કરીએ તો વેક્સિનેશનના મામલે ભારત હવે ચોથા સ્થાન પર આવી ચૂક્યું છે,આ પહેલા ભારત સમગ્ર વિશ્વમાં રસીકરણ મામલે ટોપ પર પહ્યું છે,વિતેલા સપ્તાહમાં દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વેગ જોવા મળ્યો હતો.
અત્યારની જો વાત કરીએ તો દેશમાં સરેરાશ 47 લાખ ડોઝ આપવામાં આવે છે ત્યારે ભારતને 92 કરોડ સુધી વેક્સિનના આંકડાને પહોંચવામાં ચાર મહિનાથી વધુનો સમય લાગી શકે છે.
જો કે કોરોનાની બીજી લહેર જે રીતે તીવ્ર બની હતી તે રીતે રસીકરણને વેગ આપવો ખૂબજ અનિવાર્ય બન્યું છે,કેન્દ્ર દ્રારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પુરતા પ્રમાણમાં વેક્સિન મળી રહે.રસીકરણ મામલે વિશ્વમાં અમેરીકા સૌથી આગળ જોવા છે.