- કોરોના રિકવરી રેટમાં ભારકત મોખરે
- 96 ટકાએ પહોંચ્યો સાજા થવાનો દર
દિલ્હીઃ-સમગ્ર દેશમાં હવે કોરોના સંક્રમિતો દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ સરકારનું સાથે સાથે એમ એમ પણ કહવું છે કે છત્તા પણ લોકોએ બેદરકારી દાખવવાની જરૂર નથી. મંગળવારે દેશમાં સતત 33 મા દિવસે વધુ સંક્રમિત દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે , વિતેલા દિવસને બુધવારના રોજ દેશભરમાં 20 હજાર 549 કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે 26 હજાર 572 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. આને કારણે, દેશભરમાં સાજા થવાનો દર 96 ટકા રહ્યો છે. એટલે કે, અત્યાર સુધીમાં સંક્રમિત સોમાંથી 96 લોકો સાજા થયા છે. વિશ્વના બીજા કોઈ પણ દેશમાં કોરોના વાયરસ એટલો સુધારો જોવા નથી મળ્યો.
સક્રિય કેસનો દર 2.56 ચકાએ પહોંચ્યો
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા એક દિવસમાં 286 લોકોનાં મોત પણ થયા છે. આ સાથે, સંક્રમિતો દર્દીઓની કુલ સંખ્યા વધીને 1 કરોડ 02 લાખ 44 હજાર 852 થઈ ગઈ છે. જેમાંથી 98 લાખ 34 હાજર 141 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો 2 લાખ ,62 હજાર 272 સક્રિય દર્દીઓ છે. દેશમાં સક્રિય દર્દીઓનો દર 2.56 ટકા પર પહોંચી ગયો છે.
વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સંક્રમિતોની લસંખ્યા ઓછી
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 28 નવેમ્બરથી દેશમાં દરરોજ નવા સંકરમિત દર્દીઓનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. આને કારણે, વિશ્વભરમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે.
10 લાખની સંખ્યાએ 107 વ્યક્તિઓના મોત-અન્ય દેશઓમાં આ આકંડો હજારને પાર
દર 10 લાખ વસ્તીમાં 7 હજાર 430 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે અન્ય દેશોમાં આ આંકડો 57 હજાર સુધીનો છે. એ જ રીતે, કોરોનાના કારણે મરનારા વ્યક્તિઓની સંખ્યાની વાત કરીએ તો ભારકતમાં 10 લાખ લોકોએ 107 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ઈટલી અને બ્રિટનમાં આ આકંડો એક હજારનો રહ્યો છે.
સાહિન-