- સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા દેશોની યાદી
- ભારત તેમાં બીજા નંબર પર
- ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારની સંખ્યા અબજોમાં
દિલ્હી :ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવા નવા કીર્તિમાન સ્થપાઈ રહ્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના મામલે વિશ્વમાં તમામ દેશો પોતાનો એક્કો પણ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ટેક્નોલોજીને લઈને એવા સમાચાર સામે આવે છે ભારત માટે ગર્વ બરાબર છે.
વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સૌથી વધુ સંખ્યા જોવામાં આવે તે યાદીમાં ભારત બીજા નંબર આવે છે અને પહેલા નંબર પર ચીનનો નંબર આવે છે. તાજેતરના એક સ્ટડી કરવામાં આવી જેમાં વિશ્વના આઠ દેશો વિશેની માહિતી એકઠી કરી હતી જેમાં સૌથી વધુ સ્માર્ટફોનના યૂઝર્સ ક્યા છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.
એવું કહેવામાં આવે છે કે ભારત સ્માર્ટફોન યુઝર્સની દુનિયામાં વિશ્વમાં બીજા ક્રમે છે. તે પછી અમેરિકા છે, જેમાં 270 મિલિયન સક્રિય યુઝર્સ છે. આજની દુનિયામાં સ્માર્ટફોન એક આવશ્યકતા બની ગઈ છે. બાળકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી, અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી રહ્યા છે કારણ કે શાળાઓમાંથી કોલેજનું શિક્ષણ લેવાનું પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, મોટી ઉંમરના લોકો પણ તેનો ઉપયોગ તેમના પ્રિયજનો સાથે જોડાયેલા રહેવા માટે કરે છે.
કોઈપણ જે મહિનામાં ઓછામાં ઓછું એક વાર હેન્ડહોલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરે છે તે સ્માર્ટફોન યૂઝર્સ માનવામાં આવે છે અને તે સમાન ધોરણે માપવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને, આ અભ્યાસ કરવામાં આવ્યો છે.
નંબર 8 પર મેક્સિકો દેશ છે જેમાં યાદી પ્રમાણે છેલ્લે એટલે કે આઠમો નંબર છે જ્યાં સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા 70 કરોડની નજીક છે. ટેક્નોલોજી માટે જાણીતા દેશ જાપાનની વાત કરીએ તો સ્ટડી મુજબ અહીં સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા 76 મિલિયન હોવાનું જાણવા મળ્યું છે.
રશિયાને પણ આ સ્ટડીમાં સમાવવામાં આવેલ છે અને સ્ટડી કહે છે કે ટોચના આઠ દેશોમાં રશિયા છઠ્ઠા ક્રમે છે જ્યાં સક્રિય સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યા 100 મિલિયન છે.
નંબર 5 બ્રાઝિલ, નંબર 4 ઇન્ડોનેશિયા અને આ અધ્યયનમાં અમેરિકાને ત્રીજા દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે જ્યાં સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યા 270 મિલિયન છે. આ મામલે ભારત આખા વિશ્વમાં બીજા નંબરે છે, જેના કારણે અહીં સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા 439 કરોડ છે.
વસ્તી અનુસાર, જ્યારે ચીન વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે તે સ્વાભાવિક છે કે સ્માર્ટફોન વપરાશકારોના કિસ્સામાં પણ તે પ્રથમ ક્રમે હશે. અહીં કુલ 912 મિલિયન સક્રિય સ્માર્ટફોન વપરાશકર્તાઓ છે.