ભારત તેજસ વેચવા તૈયાર,ઇજિપ્ત અને આર્જેન્ટિના સાથે વાતચીત શરુ
દિલ્હી:આર્જેન્ટિના અને ઇજિપ્ત ભારત પાસેથી સ્વદેશી રૂપથી વિકસિત હળવું લડાકુ વિમાન તેજસની ખરીદીમાં રૂચી દેખાવનાર અન્ય ઘણા દેશોમાં જોડાયા છે.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના અધ્યક્ષ CB અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે, “ભારત તેજસ એરક્રાફ્ટની સંભવિત સપ્લાય માટે આર્જેન્ટિના અને ઇજિપ્ત બંને સાથે વાતચીત કરી રહ્યું છે.
એચએએલના ચેરમેન સીબી અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે “ઇજિપ્તને 20 એરક્રાફ્ટની જરૂર છે, જ્યારે આર્જેન્ટિનાએ 15 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવામાં રસ દર્શાવ્યો છે.”તેજસ વિમાનમાં રસ દાખવનારા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.
HAL દ્વારા ઉત્પાદિત તેજસ, સિંગલ-એન્જિન મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે જે ઉચ્ચ જોખમી હવાના વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે.ફેબ્રુઆરી 2021 માં, સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 83 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવા માટે HAL સાથે રૂ. 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે ઇજિપ્ત એમઆરઓ (જાળવણી, સમારકામ અને ઓવરહોલ) સુવિધા માટે પણ ઉત્સુક છે અને ભારત એરોસ્પેસ ઇકોસિસ્ટમના નિર્માણમાં સુવિધા આપવા માટે દેશને ટેકો આપવા માંગે છે.
આર્જેન્ટિના એરફોર્સની બે ટીમોએ HAL ની મુલાકાત લીધી અને LCA માં ઉડાન ભરી. મલેશિયાએ તેના રશિયન મિગ-29 એરક્રાફ્ટના જૂના કાફલાને બદલવા માટે ઓછામાં ઓછા 18 તેજસ ફાઇટર જેટ ખરીદવામાં રસ દર્શાવ્યો છે.ઑક્ટોબર 2021માં, HALએ મલેશિયા દ્વારા જારી કરાયેલ દરખાસ્ત માટે વિનંતી (RFP)નો જવાબ આપ્યો.