Site icon Revoi.in

ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત

Social Share

ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ બુધવારે રાત્રે ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લડાકુ વિમાન આઠ રાફેલ વિમાનના વર્તમાન બેડામાં જોડાશે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના ઈસ્ટ્રેસ એર બેઝથી ઉડાન ભર્યા બાદ રાફેલ વિમાનની ત્રીજી ખેપ ભારતીય વાયુ સેનાના બેઝ પર ઉતરી હતી. તેમણે ઇન-ફ્લાઇટ ઇંધણ ભર્યા બાદ સાથે 7,000 કિમીથી વધુ ઉડાન ભરી હતી.

રાફેલ લડાકુ વિમાનનું નિર્માણ ફ્રાંસીસી કંપની દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવે છે. આ પહેલા બુધવારે ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે ટવિટ કર્યું હતું કે, એર ઇંધણ ભરવાની સાથે ભારત માટે વધુ ત્રણ રાફેલ જેટ વિમાન નોન સ્ટોપ ફ્લાઇટ બનીને ઈસ્ટ્રેસ થી આવ્યા છે.

ભારતીય દૂતાવાસે કહ્યું કે, અમારા અદભૂત પાઇલટોને શાનદાર લડાકુ વિમાનો સાથે એક ક્લીન ઉડાન અને સુરક્ષિત લેન્ડીંગ માટે અભિનંદન આપ્યા. ભારતીય વાયુસેના પાસે હવે ત્રણ વધુ વિમાનની સાથે 11 રાફેલ જેટ હશે. આ ઉપરાંત ફ્રાન્સના સેંટ-ડિજિયર એર બેઝ પર ભારતીય વાયુસેનાના પાઇલટ્સને બેંચોની તાલીમ આપવામાં આવી રહી છે.

ભારતને 29 જુલાઈ 2020ના રોજ પાંચ રાફેલ વિમાનોની પ્રથમ બેચ મળી હતી.જેને અંબાલા એર બેઝ પર 10 સપ્ટેમ્બરના 17 ‘ગોલ્ડન એરો’ સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવી હતી. 4 નવેમ્બર 2020 ના રોજ ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ રાફેલ લડાકુ વિમાનોની બીજી બેચ ભારત પહોંચી હતી. ભારતે ફ્રાન્સ સાથે 59,000 કરોડના ખર્ચે 36 રાફેલ જેટ ખરીદવા માટે એક અંતર-સરકારી કરાર કર્યા હતા.

-દેવાંશી