દેશમાં કોરોનાના 3.37 લાખથી વધારે કેસ નોંધાયા
- દેશમાં કોરોનાનું સંકટ
- 24 કલાકમાં 3.37 લાખ કેસ નોંધાયા
- કેસનો આંકડો સતત વધી રહ્યો છે
દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,37,704 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,42,676 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 488 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 21,13,365 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,63,01,482 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,88,884 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં 1,61,16,60,078 વેક્સિન ના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 17.22% એ પહોચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,050 ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.
જો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યની તો અમદાવાદ શહેર ફરીવાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાવાયરસના કેસ અમદાવાદમાં સૌથી વધારે નોંધવામાં આવી રહ્યા છે. લોકોને સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે કોરોનાગાઈડલાઈનનું પાલન કરવામાં આવે અને શક્ય હોય તો જ ઘરની બહાર નીકળે.
જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર દેશમાં વધારે નુક્સાન કરી શકે છે અને એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે દેશમાં ત્રીજી લહેર જ્યારે પીક પર આવશે ત્યારે રોજના 14 લાખ કેસ આવી શકે છે.