દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 60,405 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 442 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 9,55,319 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,46,30,536 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,84,655 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં 1,53,80,08,200 વેક્સિનના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 11.05% એ પહોચ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ વિશ્વના તમામ દેશોમાં વધી રહ્યા છે. જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસથી બચવા માટે કોરોનાની વેક્સિન પણ અસરકારક રહી હોય તેમ લાગી રહ્યું છે.
હાલ દેશમાં કેટલાક રાજ્યો દ્વારા તો પ્રતિબંધોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે દિલ્લીમાં તો સરકારે લોકોને આશ્વાસન પણ આપ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, શહેરમાં કોઈ લોકડાઉનનું પ્લાનિંગ નથી