Site icon Revoi.in

દેશમાં કોરોનાવાયરસના 26 હજાર જેટલા કેસ નોંધાયા, સતત ઓછા થઈ રહ્યા છે કેસ

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારી સામે દેશની જીત થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ છે કે  દેશમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. શનિવારે સવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના વવા 29,616 કેસ નોંધાયા છે. જેની સામે 28,045 લોકો સાજા થયા છે.

હાલ દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.3% છે. જ્યારે સાજા થવાનો દર 97.8 ટકા છે. દેશમાં હાલ કોરોનાના 3,01,442 એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,36,24,419 થઈ છે. જ્યારે 3,28,76,319 લોકો અત્યારસુધી સાજા થયા છે.

જો વાત કરવામાં આવે વેક્સિનેશન પ્રક્રિયાની તો દેશમાં અત્યાર સુધીમાં 84 કરોડ 89 લાખ 61 હજાર 160 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે હાલ દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પીએમ મોદીના જન્મ દિવસે દેશમાં રસીકરણ મામલે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે આપણા ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.