કોરોનાવાયરસ અપડેટ :ભારતમાં છેલ્લા 24 કલાકમાં 795 કેસ નોંધાયા
- કોરોનાવાયરસ કેસ અપડેટ
- ભારતમાં નવા COVID-19 કેસોમાં લગભગ 13 ટકાનો ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં 795 કેસ નોંધાયા
દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે અને આ સમયગાળામાં 795 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સાથે દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43, 029,839 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 12,054 છે. છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાયરસને કોરોનાથી 1,280 લોકોએ હરાવ્યો છે. તો,અત્યાર સુધીમાં કુલ 42,496,369 લોકો કોરોનાથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 58 લોકોના મોત થયા છે. જ્યારે ગઈકાલે આ સંખ્યા 13 હતી. દેશમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 521,416 લોકોના મોત થયા છે. કોરોનાને હરાવવા માટે દેશમાં લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 16,17,668 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,84,87,33,081 રસીકરણ કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોનાવાયરસના કેસમાં જે રીતે નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે તેની પાછળ દેશના તમામ લોકોનો મહત્વનો રોલ છે. દેશમાં લોકોએ કોરોનાવાયરસ સામે જોરદાર ટક્કર અને લડત આપી છે જેના કારણે આજે દેશમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ કોરોનાવાયરસના કેસનો ઓછા કરવા માટે અને કોરોનાના માત આપવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે રીતે લોકોને ઝડપથી વેક્સિન આપવામાં આવી છે તેની વિશ્વભરમાં સરાહના કરવામાં આવી છે. કોરોનાથી દેશની જનતા બચાવવા માટે દેશમાં એક દિવસમાં એક એક અને બે બે કરોડ લોકોને પણ વેક્સિન આપવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.