Site icon Revoi.in

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 2500થી વધારે કેસ નોંધાયા

Social Share

દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,079 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,656 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં હાલમાં રિકવરી રેટ 98.75% છે. તે જ સમયે, લોકોને અત્યાર સુધીમાં 187.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધારે ઝડપથી વધી રહ્યા છે અને દિલ્લીમાં તો સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં અને રાજ્યોમાં સરકાર દ્વારા માસ્કને ફરીવાર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને કોરોના સામે લોકોને સતર્ક રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

જાણકારો અને હેલ્થ એક્સપર્ટ દ્વારા પણ લોકોને હવે વધારે સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. દેશમાં થોડા દિવસ પહેલા 1000થી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા હતા પણ હવે આંકડો 2000ને આસપાસ પહોંચતા લોકોમાં ચીંતા વધી છે અને સરકાર દ્વારા પણ સતર્ક રહેવાનું જણાવવામાં આવ્યું છે.