- વિદેશ સચિવ ફ્રાસં અને બ્રિટનની બે દિવસીય મુલાકાતે
- કોરોના છત્તાં ચીન સાથે ભારતે દ્રઢતાથી સામનો કર્યો– વિદેશ સચિવ
વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા હાલ જર્મની અને બ્રિટનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પેરિસ પહોંચ્યા છે, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ કોરોના મહામારી હોવા છત્તાં પણ ચીન સાથે સીમા પર દાયકાઓથી ચાલી રહેલા સંકટ સામે દ્રઢતા અને પરિપક્વતા સાથે લડ્યું છે.
પેરિસમાં જાણીતા થિંક-ટેન્ક માં આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં સંબોધિત કરતા સમયે વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃગંલાએ ફ્રાંસમાં તાજેતરમાં જ બનેલી આતંકી ઘટના અંગેની વાત પણ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, વિશષ્વને આંતકવાદથી દુર રાખવા માટે દર્ઢતા સાથે કાર્ય કરવાની જરુર છે, વિદેશ સચિવએ જણાવ્યું કે, ભારત અને ફ્રાંસ સામે કટ્ટરપંથ ને આતંકવાદના સ્વરુપમાં એક સમાન જ ગેર પારંપારિક સુરક્ષાનું જોખમ છે અને આજની આ લડાઈ કોઈ વ્યક્તિ કે સમુદાય વુરુદ્ધ નથી પરંતુ કટ્ટરપંથી રાજનિતીક-ઘાર્મિક વિચારધારા સામેની આ લડત છે.
પાકિસ્તાન તરફથી સીમા પર થતા આતંકવાદને ટાકીને વિદેશ સચિવએ કહ્યું કે, ભારત પોતાની પશ્વિમિ સીમા પર સતત અડગ રહી છે,આપણી હાલની પરિસ્થિઓએ સીમા સંબંધી રણનીતિઓના લક્ષ્યથી આપણાને વિચલીત નથી કર્યા. ખાસ કરીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં જ્યા આજે આપણે આપણા ઉદ્દેશ્ય સાથે ઊભા છે અને અનેક પડકારોનો સામનો કરીને જુદા જુદા તબક્કાઓને પસાર કરીને આગળ વધી રહ્યા છે.
સાહીન-