Site icon Revoi.in

ભારતે પાકિસ્તાની OTT Vidly TV પર લગાવ્યો પ્રતિબંઘ – વેબસાઈટ, OTT અને એપ્લિકેશન પર કાર્યવાહી કરી

Social Share

દિલ્હીઃ- ભારત સરકાર સતત પાકિસ્તાનની ચેનલો કે એપ્લિકેશનને લઈને ગંભીરતાથી વિચારે છે. ભારતના માહિતી પ્રસારણ મંત્રાલ આપેલી માહિતી મુજબ એક વખત ફરી પાકિસ્તાનના OTT પ્લેટફોર્મ Vidly TV પર  ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ આ ટીવીની વેબસાઈટ, બે મોબાઈલ એપ્લીકેશન અને સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ બંધ કરવાની સૂચનાઓ જારી કરી છે.

તાજેતરમાં આ OTT પ્લેટફોર્મ પર એક વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને ભારતની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ ગણવામાં આવી હતી. આ વેબ સિરીઝના કારણે ભારત સરકારે વિડલી ટીવી સામે કાર્યવાહી કરી છે. lsve રિલીઝ થયેલી આ વેબ સિરીઝનું નામ ‘સેવકઃ ધ કન્ફેશન્સ’ છે.

“સૂચના અને પ્રસારણ મંત્રાલયે, IT નિયમો 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને, 12 ડિસેમ્બર, 2022 ના રોજ વેબસાઇટ, બે મોબાઇલ એપ્લિકેશન્સ, ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પાકિસ્તાન સ્થિત OTTની એક સ્માર્ટ ટીવી એપ્લિકેશનને તાત્કાલિક બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યા છે.

 આદેશ અનુસાર, પ્લેટફોર્મની વેબસાઇટ, બે મોબાઇલ એપ્લિકેશન, ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એક સ્માર્ટ ટીવી એપ્લિકેશનને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”પાકિસ્તાન સ્થિત વિડલી ટીવી સામેની કાર્યવાહી એ મૂલ્યાંકનને અનુસરે છે કે ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસત્ય વેબ-સિરીઝ “સેવક” પાકિસ્તાનના ઇન્ફો ઑપ્સ ઉપકરણ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી.