Site icon Revoi.in

ભારત, રશિયા અને ચીન સાથે મળીને એક મિશન ઉપર કામ કરશે, દુનિયાભરમાં ચર્ચા

Social Share

નવી દિલ્હીઃ શું તમે ક્યારેક વિચાર્યું છે કે ચંદ્ર પર વીજશી પણ પેદા કરી શકાય છે? તમે કદચ વિચાર્યું પમ નહીં હોય…પમ ખરેખર આ થવાનું છે. રશિયા આ સપનું સાકાર કરવા જઈ રહ્યું છે. 2035 સુધી રશિયા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાન યોજના બનાવી રહ્યું છે અને મહત્વની વાત એ છે કે ભારત અને ચીન પણ તેમાં સહયોગ કરશે. આ પાવર પ્લાન્ટ ચંદ્ર પર બાંધવામાં આવનારા આધારને ઉર્જા પુરો પાડશે.

રશિયાની સરકારી ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પાવર પ્લાન્ટ ચંદ્ર પર અડધી મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે, જે ચંદ્ર પર બનેલા આધારને સપ્લાય કરવામાં આવશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર, રોસાટોમના વડા લિખાચેવે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ચીન અને રશિયાએ પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.

રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું છે કે ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને તે 2036 સુધીમાં સ્થાપિત થઈ જશે. મોસ્કોનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં કોઈ સીધી માનવ સંડોવણી હશે નહીં. તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2021માં રશિયા અને ચીને સાથે મળીને ઈન્ટરનેશનલ લૂનર રિસર્ચ સ્ટેશન બનાવવાની પણ જાહેરાત કરી હતી.

રશિયાના આ પહેલથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારત ફરીથી ચંન્દ્રને લક્ષ્ય બનાવી રહ્યું છે. ચંદ્રયાન-3ના સફળ મિશન બાદ ભારત આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની રુચિ વધુ વધી છે. ભારત 2035 સુધીમાં તેનું પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના પણ શરૂ કરી દીધી છે.

રશિયાની આ પહેલથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારત ફરીથી ચંદ્રને નિશાન બનાવી રહ્યું છે. ચંદ્રયાન-3 ના સફળ મિશન પછી, આ પરમાણુ પાવર પ્લાન્ટમાં ભારતની રુચિ વધુ વધી છે. ભારતે 2035 સુધીમાં તેનું પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના પણ શરૂ કરી દીધી છે.