Site icon Revoi.in

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતે મજબુત ટીમની કરી પસંદગીઃ પાકિસ્તાની ક્રિકેટર

Social Share

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે જૂન મહિનામાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી નાખવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં ભારતે કલાઈની મદદથી સ્પિન કરતા બોલરની પસંદગી નહીં કરીને મોટી ભૂલ કરી હોવાનું પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા માની રહ્યાં છે. તેના મતે રાહુલ ચાહર બોલીંગ ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાં મુકી શકી હોય. જો કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ફાઈનલ માટે મજબુત ટીમની પસંદગી કરી છે.

પાકિસ્તાની ક્રિકેટરે જણાવ્યું હતું કે, ભારતની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારુ પ્રદર્શન કરી રહી છે. ફાઈનલ માટે પણ મજબુત અને સારી ટીમની પસંદગી કરવામાં આવી છે. જો કે, કલાઈની મદદથી સ્પિન કરતા બોલરની પસંદગી નહીં કરીને બધાને ચોંકાવી દીધા છે. ભારત પાસે અશ્વિન, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા આંગળીઓની મદદથી સ્પિન કરે છે. પરંતુ તેમની પાસે કલાઈની મદદથી સ્પિન કરનાર સ્પિનર નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડની પીચ લેગ સ્પિનરને મદદરૂપ હોય છે. અહીં આઠ વર્ષ સુધી કાઉન્ટી ક્રિકેટ રમ્યો છું. જ્યારે સિઝન શરૂ થાય ત્યારે કાઉન્ટી મેચ યોજાય છે. આ સમયમાં પીચ સીમર માટે અનુકુળ હોય છે. અહીં લેગ સ્પિનર પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે, ભારતીય ટીમ પાસે કોઈ લેગ સ્પિનર નથી. ફાઈનલમાં ભારતીય ટીમને રાહુલ ચાહર ઉપયોગી સાબિત થઈ શક્યો હોત. ચાહરની ઉંચાઈ અને બોલીંગની સ્ટાઈલને ધ્યાનમાં રાખીને તેને ટીમમાં સ્થાન આપવુ જોઈતું હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પાસે ઈશ સોઢીના રૂપમાં ઉંચાઈવાળો લેગ સ્પિનગર છે. જ્યારે વિરાટ કોહલી હંમેશા લેગ સ્પિનર સામે સંઘર્ષ કરતા જોવા મળે છે.