નવી દિલ્હીઃ ભારતે પપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતમાં 19 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પુરવઠો મોકલ્યો છે, પપુઆ ન્યુ ગિની વિનાશક ભૂસ્ખલનથી તબાહ થયું હતું. આ સહાય ટાપુ રાષ્ટ્રને 10 લાખ યુએસ ડોલરના સહાય પેકેજનો એક ભાગ છે, જે ભારત દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવ્યું હતું, જે તેના ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) ભાગીદાર માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સહાયમાં 13 ટન આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે જેમાં અસ્થાયી આશ્રય, પાણીની ટાંકીઓ, સ્વચ્છતા કીટ, ખાવા માટે તૈયાર ભોજન અને 6 ટન કટોકટીની દવાઓ, ડેન્ગ્યુ, મેલેરિયા ડાયગ્નોસ્ટિક કીટ અને બેબી ફૂડસહિત તબીબી સાધનોનો સમાવેશ થાય છે.
ભારતના છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના વિવિધ દેશો સાથેના સંબંધો સુધર્યાં છે. એટલું જ નહીં કોઈ પણ દેશ મુશ્કેલીમાં મુકાય ત્યારે ભારત મદદ માટે આગળ આવ્યું છે. અફઘાનિસ્તાન, શ્રીલંકા સહિતના દેશોને ભારતે મદદ પુરી પાડી છે. એટલું જ નહીં પડોશી પ્રથમમાં માનતા ભારતે કોરોના મહામારી દરમિયાન પડોશી દેશોને જરુરી વસ્તુઓની સાથે કોરોનાની વેક્સિન પણ પુરી પાડી હતી.