Site icon Revoi.in

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

Social Share

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે મદદ મોકલવા માટે ભારત સરકારે કવાયત શરૂ કરી છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં 108 ટનથી વધારે જીવનજરુરી વસ્તુઓ મોકલવામાં આવી છે.

તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક ભૂંકપમાં પ્રભાવિત લોકો માટે ભારત મદદ માટે આગળ આવ્યું છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં તૂર્કી માટે ચાર અને સિરીયામાં એક વિમાન સાધન સામગ્રી સાથે મોકલવામાં આવ્યું છે. જેનું વજન 108 ટનથી વધુ છે. એનડીઆરએફની બચાવ ટુકડી પણ મોકલાઈ છે. માણસોની શોધ માટે વિશેષ સાધનો પણ સામેલ છે. સાધનોમાં વીજ સાધનો, એર લિફટીંગ બેગ, એન્ગલ કટરનો સમાવેશ થાય છે.  ભારતે સ્વાસ્થ્ય માટે તૂર્કીમાં 30 ડિસ્પરીવાળી હોસ્પિટલ સ્થાપિત કરી છે. જેમાં 99 કર્મચારી સામેલ છે. ચિકિત્સા સાધનોમાં એક્સ રે મશીન, વેન્ટીલેટર, ઓપરેશન થીયેટર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ સામેલ છે. ભારતે સી-13, સી-113 જે વિમાન થકી સીરિયાને પણ માનવીય સહાયતા મોકલી છે. આ સહાયતામાં 6 ટન સાધન સામગ્રી સામેલ  છે. જેમાં ત્રણ ટ્રક સામાન્ય અને માનવીય મદદના સાધનોનો સમાવેશ થાય છે. ઈમર્જન્સી ઉપયોગ માટે દવાઓ અને સાધનો સામેલ છે.

(Photo-File)