- ભારતની માનતા
- બાંગલાદેશની બોટને રવાના કરી
- સાથે 20 માછીમારોને પણ વતન પરત મોકલ્યા
દિલ્હીઃ- ભારત દેશ પોતાની ઉદારતાને લઈને વિશ્વમાં જાણીતો છે ત્યારે ફરી એક વખત ભારતે પોતાની ઉદારતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે વિતેલા દિવસને રવિવારે 20 બાંગ્લાદેશી માછીમારો સાથે માછીમારીની બોટ ‘અલ્લાહર દાન’ને સફળતાપૂર્વક દેશનિકાલ કર્યો હતો. બોટનું એન્જીન બગડવાના કારણે બોટ દરિયામાં વહી ગઈ હોય તેવું કારણ જાણવા મળ્યું છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એ આ ઘટનાને લઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એન્જિન ફેલ થવાને કારણે, બોટ દરિયામાં ડૂબી ગઈ હતી અને તેને ભારતીય માછીમારો દ્વારા દેખવામાં આવી હતી,તેમણે માનવાતા દર્શાવતા, જરૂરી સહાય પૂરી પાડી અને 26 ડિસેમ્બર 2021ના રોજ પીડિત બોટને પારાદીપ સુધી પહોંચાડી.
ત્યારબાદ બોટ અને તેના ક્રૂને ઈન્ડો-બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી ખાતે બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈને ICGએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની કામગીરી ભારત અને બાંગ્લાદેશની કોસ્ટ ગાર્ડ એજન્સીઓ વચ્ચેના સંકલન પ્રતિભાવને પ્રકાશિત કરે છે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.” આ સાથે જ ભારતની ઉદારતાનું શ્રેષ્ઠઉદાહરમ પુરુ પાડ્યું હતું.