- 28-29 માર્ચે ભારત બંધ
- પશ્વિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન અટકાવી
આજે અને કાલે આમ બે દિવસ ભારત બંધને લઈને દેશભરના કેટલાક રાજ્યોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું એલાન થઈ રહ્યું છે અને બંધ પાળવામાં આવી રહ્યું છે. બેંકિંગ, રોડવેઝ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ બંધમાં ભાગ લેશે. આ બંધના કારણે 28-29 માર્ચે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
પશ્વિમ બંગાળમાં આ બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અંહીના લસ્થળો પર ડાબેરી મોરચાના સભ્યો કોલકાતાના જાદવપુર રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધો હતો.અને પ્રદર્શન કરી રહ્યા છે,રેલ્વે સ્ટેશન પર ચક્કાજામ જોવા મળી રહ્યું છે.
ઓડિશામાં પણ બંધ પાળવામાં આવશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓના વિરોધમાં આજે અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે ઓડિસાના ભુવનેશ્વરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.કામદારો રસ્તાપર ઉતરી આવ્યા છે.
પશ્વિમ બંગાળની મમતા સરકારે ભારત બંધનો કર્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે એક બાજૂ પશ્વિમ બંગાળમાં બંધ માટે બંગાળની મમતા સરકારે આ ભારત બંધનો વિરોધ કર્યો છે. સરકારે 28 અને 29 માર્ચે કોઈપણ કર્મચારીને આકસ્મિક રજા અથવા અડધા દિવસની રજા પર સ્પષ્ટપણે આપવાની ના કહી દીધી છે. સરકારે કહ્યું કે જો કોઈ કર્મચારી રજા લેશે તો તેને આદેશનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.તેમ છત્તા કર્મચારીઓ રસ્તા પર જોવા મળી રહ્યા છે.
બીજી તરફ જો કેરળની વાત કરીએ તો કેરળમાં ભારત બંધની અસર જોવા મળી છે. ટ્રેડ યુનિયનોના ભારત બંધમાં માત્ર ઈમરજન્સી સેવાઓને જ છૂટ મળી છે.