- ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
- રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા જ
દિલ્હીઃ- દેશભરમાં યુવાઓ બેરોજગાર છે એવી ઘણી વાતો સાંભળી હશે પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે આ બેરોજગારી પાછળ નોકરીઓનો અભાવ એ યુવાઓની સ્કિલનો અભાવ પણ દર્શાવે છે, બેરોજગારી, કૌશલ્યોનો અભાવ, ભરતી એ એવા કેટલાક શબ્દો આ માટે વાપરી શકીએ છે જેનાથી ભારતીય યુવાનો ટેવાયેલા છે. આપણા દેશમાં બેરોજગારી કોઈ નવી સમસ્યા નથી. ઈન્ડિયા સ્કીલ્સ રિપોર્ટ 2022 અનુસાર, ભારતમાં કુલ યુવાનોમાંથી માત્ર 48.7 ટકા જ રોજગારીક્ષમ છે.
આનો અર્થ એ થયો કે લગભગ 2માંથી 1 ભારતીય યુવક રોજગાર માટે યોગ્ય નથી. વ્હીબોક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ આ અભ્યાસ જણાવે છે કે સર્વેમાં સામેલ તમામ કંપનીઓમાંથી લગભગ 75 ટકાએ ઉદ્યોગમાં કૌશલ્યની અછત દર્શાવી છે.
આ રિપોર્ટ એ પણ દર્શાવે છે કે B.Tech અને MBA સ્નાતકોમાં વધુ રોજગારી યોગ્ય પ્રતિભા જોવા મળી છે. 1-5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોની ભારે માંગ છે. બીજી તરફ જો છેલ્લા 7-8 વર્ષની વાત કરીએ તો આ સમયે રોજગારી માત્ર 34 થી 46.2 ટકા રહી છે. 2020 સિવાય દર વર્ષે ઉચ્ચ શિક્ષણ ધરાવતા ભારતીય ઉમેદવારોની રોજગાર ક્ષમતામાં સુધારો જોવા મળ્યો છે.
સૌથી વધુ રોજગાર યોગ્ય વય મર્યાદા 22 થી 25 વર્ષ છે. મોટાભાગના રોજગારી મેળવનારા યુવાનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી આવે છે
આ સાથે જ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ ભરતીની યાદીમાં ટોચ પર છે. દુર્ભાગ્યે, ભારતમાં માત્ર 32.8 ટકા કર્મચારીઓ જ મહિલાઓ છે. રસપ્રદ વાત એ છે કે, 51.44 ટકા મહિલાઓ નોકરીપાત્ર છે જ્યારે રોજગારી પુરૂષોની ટકાવારી 45.97 છે. તેલંગાણા અને કર્ણાટકમાં નોકરી માટે તૈયાર મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. 35.96 ટકા કંપનીઓનું પ્લેસમેન્ટ પોઝિટિવ છે.ભારત કૌશલ્ય અહેવાલ 2022 સમગ્ર ભારતમાં 3 લાખ ઉમેદવારો દ્વારા હાથ ધરવામાં આવેલ વ્હીબોક્સ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટના પરિણામો અને 15 ઉદ્યોગો અને ક્ષેત્રોમાં 150 કોર્પોરેટ્સને આવરી લેતા ઈન્ડિયા હાયરિંગ ઈન્ટેન્ટ સર્વેના અહેવાલ પર આધારિત છે.