Site icon Revoi.in

માનવ વિકાસ સૂચકાંકમાં ભારત પછડાયું – 192 દેશોની યાદીમાં 132મું સ્થાન મેળવ્યું

Social Share

દિલ્હીઃ- યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા  વિકાસનો સુચકઆંક જારી કરવામાં આવ્યો છે જે રિપોર્ટ પ્રમાણે 2021ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 191 દેશોમાંથી 132મુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે  વર્ષ 2020 માટે માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 189 દેશોમાંથી 131મા ક્રમે હતું.રિપોર્ટ અનુસાર, કોવિડ-19 મહામારી બાદ યુક્રેન પર રશિયાના આક્રમણ અને આબોહવા સંકટને કારણે 90 ટકા દેશોના માનવ વિકાસ સૂચકાંકને અસર થઈ છે.

આ પડકારો ભારતના માનવ વિકાસ મૂલ્ય માટે પણ જવાબદાર હતા, જે 2020ના અહેવાલમાં 0.645થી ઘટીને 2021-22માં 0.633 થઈ ગયા હતા. નવા વિશ્લેષણ અનુસાર, આ અછતએ દેશને મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં રખાયો છે.

કેવી રિતે નક્કી થાય છે સુચકઆંક

એચડીઆઈ માનવ વિકાસના ત્રણ મૂળભૂત પરિમાણોમાં દેશની સરેરાશ સિદ્ધિને માપે છે – લાંબુ અને સ્વસ્થ જીવન, શિક્ષણ અને યોગ્ય જીવનધોરણ. તેની ગણતરી ચાર સૂચકાંકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે – જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, શાળાકીય અભ્યાસના સરેરાશ વર્ષો, શાળાકીય અભ્યાસના અપેક્ષિત વર્ષો અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ,આ સાથે જ રિપોર્ટમાં જણાવાયું છે કે માનવ વિકાસ સૂચકાંકમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ આયુષ્યમાં વૈશ્વિક ઘટાડો છે, જે 2019માં 72.8 વર્ષથી ઘટીને 2021માં 71.4 વર્ષ થઈ ગયો છે,