ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડેઃ વિરાટ કોહલીએ સદી ફટકારીને બનાવ્યા નવા રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુવાહાટીમાં પોતાના કેરિયરની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન મહાન બેસ્ટમેન સચિન તેદુંલકરના રેકોર્ટની બરાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યું છે. કોહલીએ ભારતમાં નવેમ્બર 2019 બાદ આ સદી ફટકારી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 73મી સદી ફટકારી છે.
કોહલીની શ્રીલંકા સામેની વન-ડેમાં આ નવમી સદી છે. આ મામલે કોહલીએ સચિનને પાછળ પાડ્યો છે, સચિને આઠ સદી ફટકારી હતી. સચિને સૌથ વધારે ઓસ્ટ્રેલિયા સામે સદી ફકટારી છે. વિરાટ કોહલીએ ભારતમાં જ વન-ડે રમતા 20મી સદી મારી છે. આમ દેશમાં જ સૌથી વધારે સદી લગાવવા મામલે સચિનની સરખામણી કરી છે. સચિને પણ પોતાની 49 સદીમાં 20 સદી ભારતમાં જ કરી છે. જ્યારે 29 સદી વિદેશના મેદાનમાં ફટકારી છે. કોહલીએ સૌથી ઝડપી 20મી સદી ફટકારવા મામલે સચિનને પાછળ પાડી દીધો છે. ભારતમાં 160 ઈનિંગ્સમાં 20 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલીએ 99 ઈનિંગ્સમાં આ બરાબરી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ટૉસ હારતાં ટીમ ઈન્ડિયાને પહેલી બેટિંગ કરી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન કર્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કસુન રજીથાએ 3 વિકેટ, જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.