Site icon Revoi.in

ભારતે આગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું – 2 હજાર કિમી દૂર સુધી વાર કરવાની ધરાવે છે ક્ષમતા

Social Share
  • ભારતે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
  • મારક ક્ષમતા 2000 કિમી સુધી

 

દિલ્હીઃ-દેશની સરકાર ત્રણેય સેનાઓને  મજબૂત બનાવાની દીશામાં કાર્. કરી રહી છે ત્યારે હવે ભારતે આજરોજ શનિવારે અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરથી કરવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે સફલ સાબિત થયું છે

મિસાઈલના સફળ પરિક્ષણ બાબતે સરકારી અધિકારીઓએ આ માહિતી આપી બતી અને જણાવ્યું હતું કે અગ્નિ પી મિસાઈલ અગ્નિ શ્રેણીની નવી પેઢીની અદ્યતન મિસાઈલ છે. તેની રેન્જ 1 હજાર થી 2000 કિમી દૂર સુધી વાર કરવાની ક્ષમતા ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે  અગ્નિ-પી બેલેસ્ટિક મિસાઈલોની અગ્નિ શ્રેણીની છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલ સપાટી થી સપાટી પર મારકનાર  મિસાઈલ છે. આ પરમાણુ સક્ષમ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. અગ્નિ પ્રાઇમને ટીનમાં લઈ જઈ શકાય છે અથવા ડબ્બામાં સંગ્રહિત કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં, ભારતે ઓડિશાના ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પહેલા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એન્ટી શિપ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલના પરીક્ષણ  ક્ષેત્રમાં બારત ઘણુ આગળ આવી રહ્યું છે, અતક્યાર સુધી ઘણા સપળ પરિક્ષણો કર્યા છે.આ સાથે જ હવે DRDO અત્યાધુનિક મિસાઇલોની વધુ બેલેસ્ટિક અને ક્રુઝ શ્રેણીનું પરીક્ષણ કરે તેવી અપેક્ષા ઓ સેવાઈ રહી છે.