દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી બાદ ભારતમાં મેડિકલ ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે સરકાર ઉદ્યોગોના હિતમાં સતત કામ કરી રહી છે. મનસુખ માંડવિયા ઔષધ અને ચિકિત્સા ઉપકરણમાં અવસર અને ભાગીદારી ઉપર નિવેશક શિખર સંમેલનને વર્ચ્યુલી સંબોધિત કરી હતી.
માંડવિયાએ સંમેલન દરમિયાન પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકાર અને ઉદ્યોગ સમર્થક સધરાઓ સાથે સમગ્ર દુનિયાની જાણીતી કંપનીઓએ ભારતમાં રોકાણ માટેના સરકારના પ્રયાસોનો ફાયદો ઉઠાવવો જોઈએ. આજે ભારત જૈનરિક દવાઓ મામલે સૌથી મોટુ ઉત્પાદન સ્થળ અને નિકાસ કરતો દેશ છે. તેમજ દુનિયાના વિવિધ દેશોને સારી દવાઓ પુરી પાડી રહી છે.
કોરોનાની પ્રથમ લહેર આવી હતી ત્યારે કોરોના ઈલાજ માટે કોઈ દવા ઉપલબ્ધ ન હતી. પરંતુ આજે ભારત પાસે કોરોનાની રસી છે અને પોતાની જરૂરિયાત પુરી પાડવાની સાથે દુનિયાના દોઢ સોથી વધારે દેશોને દવા પુરી પાડી છે.