- અફઘાનિસ્તાનની વિરોધમાં ભૂતકાળમાં કામ કર્યાનો આક્ષેપ
- પાકિસ્તાન અને ચીનને તાલિબાનને આપ્યું હતું સમર્થન
દિલ્હીઃ તા. 31મી ઓગસ્ટના રોજ ભારત અને તાલીબાન વચ્ચે પ્રથમવાર સત્તાવાર વાતચીત થઈ હતી. આ વાતચીતને પગલે પાકિસ્તાન નારાજ થયું છે. તેમજ ભારત અને તાલિબાન શું કામ વાત કરે છે તેને લઈને પરેશાની વધી છે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના શાસન બાદ તજજ્ઞો માની રહ્યાં છે. પાકિસ્તાન તાલિબાન સાથે મળીને ભારતને પરેશાન કરવાની કોશિષ કરશે.
ચીનમાં પાકિસ્તાનના રાજદૂત મોઈન ઉલ હક્ક છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ પણ દેશ અફઘાનિસ્તાનમાં શાંતિને લઈને પાકિસ્તાનથી વધારે ઈચ્છુક નથી. પાકિસ્તાનની જેમ ચીન પણ એક શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન ઈચ્છે છે.
ભારત અને તાલિબાન વચ્ચે શરૂ થયેલી વાતચીતને લઈને તેમણે કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે ભારત અફઘાનિસ્તાનમાં સકારાત્મક અને રચનાત્મક ભૂમિકા નીભાવશે. ઈતિહાસમાં ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિની સામે કામ કર્યું હતું.
પાકિસ્તાન સતત ભારત ઉપર આરોપ લગાવતું આવ્યું છે કે, ભારત અપઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી કામો કરવા કરે છે. ભારત આ આરોપોને નકારતું આવ્યું છે. તજજ્ઞોના મતે તાલિબાન અને ભારત વચ્ચે થયેલી વાતચીતથી પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, તાલિબાન અને ભારત વચ્ચે સંબંધ વધારે મજબુત બને. એટલા માટે પાકિસ્તાન બંને વચ્ચે થયેલી વાતચીતથી પરેશાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ઉપર તાલિબાને શાસન મેળવ્યું છે. તેમજ બે દિવસ પહેલા જ અમેરિકા સેના 20 વર્ષ બાદ અમેરિકા રવાના થઈ હતી.