- કાબૂલ હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય
- 100થી વધુ શીખ-હિન્દૂઓને ઈ-વિઝા આપ્યા
દિલ્હીઃ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર શનિવારના રોજ થયેલા હુમલા બાદ ભારતે હવે એક મોટું પગલું ભર્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં 100 થી વધુ શીખો અને હિંદુઓને પ્રાથમિકતાના આધારે ઈ-વિઝા આપ્યા હોવાના એહેવાલ છે. એટલું જ નહીંકહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં આવા સો જેટલા વિઝા આપવામાં આવ્યા છે. જેને ઓનલાઈન પણ મેળવી શકાય છે.
મીડિયા એહેવાલ મુજબ કાબુલ હુમલા પછી, ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં 100 થી વધુ શીખો અને હિન્દુઓને પ્રાથમિકતાના આધારે ઈ-વિઝા આપ્યા છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ઈ-વિઝા ઓનલાઈન અરજી દ્વારા પણ મેળવી શકાય છે. બીજી તરફ ગુરુદ્વારા પર હુમલા બાદથી ભારતનું વિદેશ મંત્રાલય ચાંપતી નજર રાખી રહ્યું છે.
અગાઉ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા દરમિયાન પણ ગયા વર્ષે 15 ઓગસ્ટે ગૃહ મંત્રાલય દ્વારા ઇ-વિઝા આપવામાં આવ્યા હતા. શનિવારે થયેલા હુમલામાં એક શીખ સહિત બે લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે બંદૂકધારીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો જેણે ગુરુદ્વારાના ગેટ પાસે આગ પકડી લીધી. જો કે, અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવીને બીજી મોટી ઘટનાને ટાળી હતી.ટ
કાબૂલમાં થયેલા હુમલાને લઈને ભારતીય મંત્રીઓએ વ્યક્ત કર્યુ દુખ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હુમલા બાદ કહ્યું કે કાબુલ શહેરમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી ખૂબ જ ચિંતિત છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે ગુરુદ્વારા કારત-એ-પરવાન પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની બધાએ સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ.