Site icon Revoi.in

શ્રીલંકાના વડાપ્રધાને આર્થિક સંટકમાં મદદ કરવા માટે ભારતનો માન્યો આભાર- પીએમ મોદીની કરી પ્રસંશા

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી શ્રીલંકા દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે આવી સ્થતિમાં ભઆરતે એક મિત્રાતા તરીકે પોતાની ફરજ નિભઆવી છે,અનેક જરુરીયાતો પર ભઆરતે પુરતું ધ્યાન આપ્યું છે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી પાટે લાવવા યોગદાન આપનાર દેશ ભારત પણ છે. 

ભારત શ્રીલંકાને દવાઓ માટે અનાજ પુરું પાડી રહ્યું છે. તે જ સમયે, શ્રીલંકાના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં આપવામાં આવેલી મદદ માટે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે.

વિક્રમસિંઘેએ એક સાથે બે ટ્વીટ કર્યા છે. પ્રથમ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે મેં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે મેં  આભાર માન્યો હતો. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.એક ટ્વીટમાં કહ્યું કે હું ક્વાડ સભ્યો માટે વિદેશી સહાય એસોસિએશનની સ્થાપનામાં નેતૃત્વ કરવાના પ્રસ્તાવ પર ભારત અને જાપાનના સકારાત્મક પ્રતિસાદ માટે આભારી છું.

ટ્વિટર પર, તેમણે એ પણ રેખાંકિત કર્યું કે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર પણ સૌથી ખરાબ આર્થિક સંકટ વચ્ચે IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) સાથે મંત્રણાને ઝડપી અને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યું છે. “અમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેના નક્કર ઉકેલો શોધવા માટે જૂનના મધ્ય સુધીમાં એક વ્યવસ્થાની અપેક્ષા છે,” .

દવાઓની અછતનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 25 ટન દવાઓની મદદ કરી છે. તેમની કિંમત 26 કરોડ શ્રીલંકન રૂપિયા છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલો આ ટાપુ દેશ આ પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.હાલ આ દેશ પેટ્રોલ ડિઝલ જેવી જરુરીયાતની વ્સતુઓની કટોકટી ભોગવી રહ્યો છે ત્યારે ભારતે કરેલી મદદનો તેમણે આભાર માન્યો છે.આ સાથએ જ પીએમ મોદીની પ્રસંશા પણ કરી છે કે તેમણે સંકટ સમયમાં સાથ આપ્યો.