વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત – પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 7.8 ટકા નોંધાયો
દિલ્હીઃ- ભારતની અર્થવ્યવસ્થા સતત સુઘરી રહી છે હવે ભારત વિશ્વભરમાં ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે ત્યારે હવે કૃષિ અને નાણાકીય ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા રહ્યો છે
આથી વિશેષ કે આ સાથે જ ભારત ઉચ્ચ વિકાસ અર્થતંત્ર બની રહ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ ગુરુવારે જીડીપીના આંકડા જાહેર કર્યા.વિતેલા નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ દર 13.1 ટકા હતો. આ સાથે, ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતો દેશ સાબિત થઈ રહ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહ્યો નોંધાયો હતો.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એક સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યને પ્રતિબિંબિત કરે છે. એનએસઓ ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રમાં ગ્રોસ વેલ્યુ એડિશન ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં 3.5 ટકા હતો, જે એક વર્ષ અગાઉ 2022-23ના સમાન ક્વાર્ટરમાં 2.4 ટકા નોંઘાયો હતો.
રિયલ જીડીપી અથવા જીડીપી એટ કોન્સ્ટન્ટ (2011-12) કિંમતો 2023-24 ના ક્વાટર 1 માં રૂ. 40.37 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે, જ્યારે 2022-ના ક્વોટર 1 માં તે રૂ. 37.44 લાખ કરોડ સુધી પહોંચશે. 23.” 7.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર 13.1 ટકા હતો. ડેટા દર્શાવે છે કે કૃષિ, ખાણકામ, ઉત્પાદન, વીજળી, બાંધકામ, હોટલ અને પરિવહન જેવી તમામ પ્રવૃત્તિઓએ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નીચો વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી એ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આઠ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
tags:
gdp