- ભારત વિશ્વમાં સૌથી કાર્યકારી લોકશાહી તંત્ર
- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે એ રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં કહ્યું
દિલ્હીઃ- દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે વિતેલા દિવસને ગુરુવારના રોજ નવી દિલ્હીમાં રાઈઝિંગ ઈન્ડિયા સમિટના સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા તેમણે આ દરમિયાન કહ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી જ નથી પરંતુ લોકશાહીની માતા પણ છે. તેમણે કહ્યું કે દેશની બંધારણીય સંસ્થાઓ મજબૂત અને સ્વતંત્ર છે.
આ સહીત ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપવું પડશે. તેમણે કહ્યું કે કોઈ પણ હિત, ધંધો કે અન્ય કોઈ કામ રાષ્ટ્રહિતથી ઉપર ન હોઈ શકે, વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ મેળવનાર ભારતીયોના સન્માનના ચિહ્ન તરીકે શ્રી ધનખરે દરેકને દેશની ઐતિહાસિક સિદ્ધિઓ પર ગર્વ લેવાની પ્રતિજ્ઞા લેવા આહ્વાન કર્યું હતું.
આ સાથે જ તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દરેક વ્યક્તિએ એ સમજવું જોઈએ કે લોકશાહીમાં કોઈ એવો દાવો ન કરી શકે કે તે કોઈપણ આધાર પર કાયદાની પહોંચથી ઉપર છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, કાયદો તેના કરતા મોટો હોય છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર એક મીડિયાની ઇન્ડિયા સમિટ 2023 ના સમાપન સત્રને સંબોધિત કર્યું અને આ દરમિયાન તેમણે ભારતની લોકશાહીને વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી ગણાવી અને કહ્યું કે વિશ્વને ભારત પર ગર્વ છે.
આ સાથએ જ ધનખરે કહ્યું કે પીએમ મોદીની મન કી બાત સફળ રહી, તે લોકો સાથે આસાનીથી જોડાયા. આપણે વિશ્વમાં સૌથી કાર્યકારી લોકશાહી છીએ અને તેમાં કોઈ શંકા નથી. આપણી બંધારણીય સંસ્થાઓ મજબૂત કરોડરજ્જુ ધરાવે છે અને સ્વતંત્ર છે. અમને અમારી ન્યાયિક વ્યવસ્થા પર ગર્વ છે. આપણા દેશમાં અસરકારક સરકાર છે. વિદેશ મંત્રીએ દેશના અને બહારના મુદ્દાઓ પર પોતાના વિચારો યોગ્ય રીતે રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારતની છબી ખરાબ કરવા માટે ભ્રષ્ટાચારમાં લાગેલા છે. જેઓ આ ઝુંબેશમાં જોડાયેલા છે તેઓએ પોતાનામાં ઝાંખવું જોઈએ.