આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે- IMF
- ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે
- ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ઉચ્ચ અધિકારીએ કહી આ વાત
દિલ્હીઃ- ભારત દેશ દરેક પરિસ્થિતિમાં ફરી પાટા પર આવી જાય છે કોરોના મહામારી દરમિયાન પણ આર્થિક સ્થિતિ કથળી જવા છત્તા ટૂંક જ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો હતો ત્યારે હવે ભારતની ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા અંગે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ટોચના અધિકારીએ પણ વખાણ કર્યા છે.
વિતેલા દિવસને મંગળવારે IMF કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. IMFએ કહ્યું કે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. જો કે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે આ સાથે, મોટાભાગની કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલ નાણાકીય કડક ફળ આપવાનું શરૂ કરવું જોઈએ. તે જ સમયે, ફુગાવો તેના લક્ષ્યો તરફ પાછો આવી રહ્યો છે. તેમણે કહ્યું કે IMFના તાજેતરના અનુમાન મુજબ વૈશ્વિક વિકાસ દર આ વર્ષે 2.8 ટકા અને 2024માં ત્રણ ટકા રહેશે. આ સાથે ફુગાવો પણ 2022માં 8.7 ટકાથી ઘટીને આ વર્ષે સાત ટકા અને 2024માં 4.9 ટકા થઈ શકે છે.
આઈએમએફના જણઆવ્યા મુજબ વપરાશ વૃદ્ધિમાં અપેક્ષિત મંદીના કારણે વૃદ્ધિના અંદાજમાં થોડો ઘટાડો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે IMF રોકાણને વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે જુએ છે. આ બે આંકડામાં ધિરાણ વૃદ્ધિ, મજબૂત PMI અને મહત્વાકાંક્ષી સરકારી ખર્ચ કાર્યક્રમ પરથી સ્પષ્ટ થાય છે જો કે ચાલુ નાણાકીય વર્ષમાં 5.9 ટકાના વિકાસ દરની સરખામણીએ 2022-23માં વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. IMFનો વિકાસ અનુમાન આરબીઆઈના અંદાજ કરતા ઓછો છે
IMF અનુસાર, ચીનનો વિકાસ દર 2023માં 5.2 ટકા અને 2024માં 4.5 ટકા રહી શકે છે. 2022માં તેનો વિકાસ દર ત્રણ ટકા હતો. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરીનચાસે જણાવ્યું હતું કે સપ્લાય-ચેઇન વિક્ષેપ અને યુદ્ધના કારણે ઊર્જા અને ખાદ્ય બજારોમાં વિક્ષેપો પણ હળવા થઈ રહ્યા છે.