- જી 20ની અધ્યક્શતા આજથી ભારતની જવાબદારી
- પીએમ મોદી સંભાળશે અધ્યક્ષતા
દિલ્હી- આજે એટલે કે 1લી ડિસેમ્બરથી G 20 સમ્મેલનની અધ્યક્ષતા ભારતની જવાબદારી બની છે,ભારત આ વર્ષે G 20 દેશોની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે ત્યારે સંમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે. , 1 ડિસેમ્બરે એટલે કે આજે, ભારત ઔપચારિક રીતે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે.આ સાથે જ 75 વર્ષમાં ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ હશે. ચીને 14 અને ઈન્ડોનેશિયાએ 20થી વધુ શહેરોમાં જી-20 બેઠકનું આયોજન કર્યું હતું. ભારતની G20 પ્રેસિડન્સી આજથી શરૂ થશે.
કેન્દ્ર દ્વારા આ અવસરને યાદગાર અને ખાસ બનાવવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશભરના 100 થી વધુ સ્મારકો પર G20 લોગો પ્રદર્શિત કરવામાં આવશે. આ માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે,અધ્યક્ષપદ સંભાળ્યા પછી, G20 સમિટના ભાગરૂપે દેશના 50 શહેરોમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ દેશના ઓછા જાણીતા વિસ્તારને બેઠકનો ભાગ બનાવાશે કારણ કે જેથી કરી આવા વિસ્તારો લોકોના ધ્યાન પર રહે,પીએમ મોદીનો ઉદ્દેશ્ય તમામ જિલ્લાઓ અને બ્લોક્સને જી-20 સાથે જોડવાનો અને જનભાગીદારી દ્વારા પીએમ મોદીના વિઝનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.G20 ના અધ્યક્ષપદની જાહેરાત પછી, PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા G20 ના નવા લોગો-થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 16 નવેમ્બર ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પરથયેલી G20 બેઠકમાં G20 નું પ્રમુખપદ આગામી 1 વર્ષ માટે ભારતને સોંપવામાં આવ્યું છે.જે આવતા વર્ષે 30 નવેમ્બર સુધી ભારત G-20 જૂથનું અધ્યક્ષ રહેશે. આ કારણે આવતા વર્ષે નવેમ્બરમાં G20 સમૂહમાં સામેલ દેશોની શિખર બેઠક ભારતમાં જ યોજાશે.આ માચે ભારતના શહેરોને ખાસ રીતે ચિહ્નિત કરવામાં આવ્યા છે,સમગ્ર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.