Site icon Revoi.in

દેશને મળશે ટૂંક સમયમાં વધુ એક વેક્સિન – ભારત બાયોટેકની નેઝલ વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પુર્ણ

Social Share

દિલ્હી – દેશમાં કોરોના મહામારી દરમિયાન  કોરોના વિરોધી રસીએ મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં અનેક રસી વિકસાવામાં આવી છે ત્યારે હવે નાક વટે અપાતી વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પણ પૂર્મ થી ચૂક્યું છે જેથી દેશને વધુ એક કોરોના વિરોધી વેક્સિન મળવાની તૈયારી થઈ ગઈ છે, ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ-19 અનુનાસિક રસીનો તબક્કો ત્રીજો ટ્રાયલ પૂર્ણ થઈ ગયો છે અને કંપની આવતા મહિને તેનો ડેટા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ને સબમિટ કરશે. 

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અમે હમણાં જ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે, ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે, આવતા મહિને, અમે રેગ્યુલેટરી એજન્સીને ડેટા સબમિટ કરીશું. જો બધું બરાબર રહેશે, તો અમને પરવાનગી મળશે અને લોન્ચ કરીશું. રસી. આ વિશ્વની પ્રથમ તબીબી રીતે સાબિત અનુનાસિક  કોરોનાની રસી હશે.”

ડૉ. એલા વિવા ટેક્નોલોજી 2022માં વક્તા તરીકે પેરિસમાં હતા, જ્યાં કંટ્રી ઓફ ઘ યર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય  છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતના ડ્રગ કંટ્રોલરે ભારત બાયોટેકને તેની અનુનાસિક કોરોના રસી પર સ્ટેન્ડઅલોન ફેઝ 3 ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી

તેમણે આ વેક્સિન વિષે વધુમાં જણાવ્યું છે કેવેક્સીનનો બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ આપે છે. હું હંમેશા કહું છું કે બૂસ્ટર ડોઝ એ દરેક વ્યક્તિ માટે એક ચમત્કારિક માત્રા છે જેઓ રસી મેળવે છે. બાળકોના કિસ્સામાં પણ પ્રથમ અને બીજો ડોઝ રોગપ્રતિકારક શક્તિ આપે છે, પરંતુ ત્રીજો ડોઝ વધુ અસરકારક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.તેમણે લોકોને બુસ્ટરક ડોઝ લેવા અપીલ કરી હતી.