Site icon Revoi.in

ભારતઃ જુલાઈ 2022ના મહિનામાં ₹1,48,995 કરોડની કુલ GST આવક

Social Share

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ 2022 મહિનામાં રૂ.1,48,995 કરોડની GST આવક  એકત્ર થઈ છે, જેમાંથી CGSTની રૂ.25,751 કરોડ અને SGSTની રૂ.32,807 કરોડ છે. IGST રૂ.79,518 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.41,420 કરોડ સહિત) છે અને સેસ રૂ. 10,920 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 995 કરોડ સહિત) છે.

GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ આવક છે.  સરકારે CGSTને રૂ. 32,365 કરોડ અને IGSTમાંથી રૂ. 26,774 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ.58,116 કરોડ અને SGST માટે રૂ.59,581 કરોડ છે.

જુલાઈ 2021ની સરખામણીએ જુલાઈ 2022માં 28% વધુ GST આવક થઈ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 48% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 22% વધુ છે.

હવે સતત પાંચ મહિનાથી, માસિક GST આવક રૂ.1.4 લાખ કરોડ કરતાં વધુ છે, જે દર મહિને સતત વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ જુલાઈ 2022 સુધી GST આવકમાં વૃદ્ધિ 35% છે અને તે ખૂબ જ ઊંચો ઉછાળો દર્શાવે છે.

કાઉન્સિલ દ્વારા વધુ સારી રીતે પાલન સુનિશ્ચિત કરવા માટે ભૂતકાળમાં લેવામાં આવેલા વિવિધ પગલાંની આ સ્પષ્ટ અસર છે. આર્થિક પુનઃપ્રાપ્તિ સાથે બહેતર રિપોર્ટિંગ સતત ધોરણે GST આવક પર હકારાત્મક અસર કરી રહી છે. જૂન 2022ના મહિના દરમિયાન, 7.45 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે 2022ના 7.36 કરોડ કરતાં નજીવા વધારે હતા.