દિલ્હી:ભારત અને યુકે વચ્ચે બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) ને નવેમ્બરના મધ્યમાં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં બહાલી આપવામાં આવશે.આ બેઠક દરમિયાન બ્રિટનના નવા ચૂંટાયેલા પીએમ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
FTA પર અંતિમ નિર્ણય માટે બંને દેશોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં બંનેએ FTA માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બાલીમાં યોજાનારી G20 સમિટ પહેલાથી જ અન્ય ઘણા કારણોસર ચર્ચામાં છે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે. આ કારણે ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદમાં તાજેતરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની તર્જ પર જિનપિંગ-મોદીની મુલાકાતને લઈને અટકળોનું બજાર ગરમ છે.