1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત
અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત

અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત

0
Social Share

અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવા અને ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા મામલે સંમત થયા છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આની જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ બંને દેશ આ મુસદ્દા પર સંમત થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિજય ગોખલે અને અમેરિકાના સ્ટેટ ફોર આર્મ્સ કંટ્રોલ અને ઈન્ટરનેશનલ સિક્યોરિટી વિભાગના અંડર સેક્રેટરી એન્ડ્રિયા થોમ્પસને વાતચીતમાં ભાગ લીધો હતો.

બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યુ છે કે અમે દ્વિપક્ષીય સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવાની સાથે ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. જો કે નિવેદનમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ સંદર્ભે વધુ જાણકારી આપવામાં આવી નથી.

મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં અમેરિકા દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓઈલના ખરીદદાર ભારતમાં તમામ સંભાવનાઓ જોઈ રહ્યું છે અને આ કડીમાં તેઓ ભારતને વધારે ઊર્જા ઉત્પાદન વેચવા ચાહે છે. બંને દેશો વચ્ચે લગભગ એક દશકથી ભારતને અમેરિકાના ન્યૂક્લિયર રિએક્ટર્સની સપ્લાઈ મામલે મંથન ચાલી રહ્યું હતું. જો કે નિયમ-કાયદાને કારણે હજી સુધી વાત પાટા પર આવી શકી ન હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code