દેશની કોરોનાવાયરસ સામેની લડાઈ, અત્યાર સુધીમાં 16.48 કરોડ લોકોને વેક્સિન મળી
- કોરોનાવાયરસ સામે સરકારની મજબૂત લડાઈ
- દેશમાં 16.48 કરોડ લોકોને મળી વેક્સિન
- વેક્સિનેશન પ્રક્રિયા તેજ થવાની સંભાવના
દિલ્લી: દેશમાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા બને એટલા વધારે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ દેશમાં અત્યાય સુધીમાં 16.48 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તે પણ જાહેર કરવામાં આવ્યું છે કે દેશમાં 95 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ રસી આપવામાં આવી હતી અને લગભગ 64 લાખ આરોગ્ય કર્મચારીઓને બીજી રસી મળી હતી. ગઈકાલે 18 વર્ષથી 44 વર્ષ સુધીના બે લાખ 62 હજાર 932 લોકોએ ગઈકાલે કોવિડ રસી લીધી હતી.
આ સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વય જૂથના 11 લાખ 64 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાનના એકસો અને અગિયારમા દિવસે લગભગ 23 લાખ કોવિડ રસી લાગુ કરવામાં આવી હતી.
ડૉક્ટરો તથા મેડિકલ એક્સપર્ટ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થાય છે તે લોકોએ વેક્સિન લેવામાં ઉતાવળ કરવી જોઈએ નહી. કોરોનાવાયરસના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ 2થી 4 અઠવાડિયા પછી વેક્સિન લેવી જોઈએ. જો સ્વસ્થ થયા બાદ તરત વેક્સિન લેવામાં આવે તો વેક્સિનની જરૂરી એટલી અસર શરીરને થતી નથી.