નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં કડકતી ઠંડી પડી રહી છે. જમ્મૂ-કાશ્મીરથી લઈને દિલ્હી, પંજાબ, હરિયાણા અને યૂપી સુધી ઘાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસ સાથે સાથે બર્ફિલા પવનો લોકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે. મધ્ય પ્રદેશ, યૂપી, બિહાર, રાજસ્થાન સાથે 15 રાજ્યોમાં ધુમ્મસની ઘાઢ પરત છવાઈ છે. ઘાઢ ધુમ્મસને ચાલતા દેશમાં 22 શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય થી 200 મીટર સુધી રહી હતી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ મોડી પડી હતી. ઉત્તર ભારતમાં તમામ ટ્રેનો ઘણી મોડી ચાલી રહી છે. આમ ઉત્તરભારતમાં ગાઢ ધુમ્મસને પગલે પરિવહન સેવા ખોરવાઈ છે. જેથી પ્રવાસીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.
એમપી અને યૂપીના ઘણા જિલ્લામાં ગુરુવાર સવારે ભારે હવા સાથે વરસાદ પડ્યોં હતો. જેના કારણ લઘુત્તમ તાપમાનમાં ઘટોડો થયો છે. આના પહેલા બુધવારે પણ UPના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના ઘણા હિસ્સામાં કોલ્ડ ડે નું એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે સવારે 5.30 દેશના ઘણા હિસ્સામાં વિઝિબિલિટી 25-500 મીટર સુધી રહી. ઉત્તર પ્રદેશના બરેલીમાં વિઝિબિલિટી 25 મીટર, લખનઉમાં 25 મીટર, પ્રયાગરાજમાં 25 મીટર, વારાણસીમાં 50 મીટર અને ગોરખપુરમાં 200 મીટર રહી. દિલ્હીના સફદરજંગમાં 500, પાલમમાં 700 મીટર વિઝિબિલિટી રહી. રાજસ્થાનમાં બીકાનેરમાં 25, જૈસવમેરમાં 50 મીટર, કોટામાં 50 મીટર, પટનામાં 200 મીટર વિઝિબિલિટી રહી.
ઘાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્લી એરપોર્ટ પર ઘણી ફ્યાઈટ મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ઘણી ટ્રેનો મોડી ચાલી રહી હતી. આ ટ્રનો 10-10 કલાક મોડી હતી. જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. ઠડી હોવા છતા મુસાફરો રેલ્વે સ્ટેશન પર કલાકો સુધી રાહ જોઈને ઉભા હતા. ધુમ્મસને પગલે હવાઈ સેવાને પણ અસર પડી હતી.