ચંડીગઢ: ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાશે. દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પ્રથમ ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવવા માટે બુમરાહે પણ તૈયાર શરૂ કરી છે. પ્રીમિયમ પેસ બોલર જસપ્રિત બુમરાહે મંગળવારે કહ્યું કે ટીમના વરિષ્ઠ સભ્ય તરીકે તેની ભૂમિકા વાઇસ કેપ્ટનશીપને ધ્યાનમાં લીધા વિના સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સામય થી ટીમમાં પોતાની પેસ બોલર તરીકે ભૂમિકા ભજવતા જસપ્રિત બુમરાહને ગઇકાલે વાઇસ કેપ્ટનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે.
બુમરાહે કહ્યું હતું કે, “હું તેને કોઈ ચોક્કસ પોઝિશન તરીકે જોતો નથી, ટીમના વરિષ્ઠ સભ્ય તરીકે, તમારે ગમેતે ક્ષમતામાં ટીમને મદદ કરવી પડશે. મારા માટે તે માત્ર એક પોસ્ટ છે”. “હા, તે એક મહાન તક છે જેણે પોતાને રજૂ કર્યું છે અને હું તે કરવા માટે ખૂબ જ ખુશ છું. તમે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરો છો અને તમે કેટલા મજબૂત છો તેના પર નિર્ભર છે,” બુમરાહે ઉમેર્યું, બુમરાહે વિરાટ કોહલીની આગેવાની હેઠળ 2018માં ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટનને કોહલીના સાથે 100 ટેસ્ટ મેચમાં ટીમના મહત્વના બોલરની ભૂમિકા ભજવી છે. તેમણે વધુમાં કહ્યું કે, “100 મેચ રમવી એ એક પોતે અરચિવમેન્ટ છે, તે લગન અને હાર્ડ વર્ક થી જ શક્ય બનયુ છે 100 મેચ દેશ માટે એ મોટી વાત છે ટીમમાં અત્યાર સુધી પોતાનું 100 ટકા આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપશે.