ભારતઃ વિવિધ શિવ મંદિરોમાં હવે ગંગાજળથી કરી શકાશે જળાભિષેક, જાણો કેવી રીતે
દિલ્હીઃ ઉત્તરાખંડના ગંગાજળને માટીના વાસણમાં પેક કરીને દેશના 12 જ્યોતિલિંગ સહિતના અન્ય ધાર્મિક સ્થળો ઉપર મોકલવામાં આવશે. પ્રાદેશિક કો.ઓ. યુનિયનએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. દહેરાદૂનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 30મી ઓક્ટો. ના રોજ ગંગાજલ કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
યુનિયનના ચેરમેન રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલ ગંગાજળના લગભગ બે લાખ જેટલા પેકિંગ કરાયાં છે. ઓર્ડર મળશે તો વધારે પેકીંગ કરવામાં આવશે. વર્તમાનમાં 300 મિલીલીટર ગંગાજળના પેકિંગ કરવામાં આવ્યાં છે. જેની કિંમત રૂ. 150 રાખવામાં આવી છે. ભવિષ્યમાં જેવી માંગ રહેશે તે હિસાબે ગંગાજળ પૂરુ પાડવામાં આવશે. ગંગાજળથી થનારી આવક લોકહિતમાં ખર્ચ કરવામા આવશે.
દેશમાં આવેલા જ્યોતિલિંગ ઉપર નજર કરીએ તો ગુજરાતમાં સોમનાથ જ્યોતિલિંગ, આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન જ્યોતિલિંગ, એમપીમાં મહાકાલેશ્વર જ્યોતિલિંગ અને ઓમકારેશ્વર જ્યોતિલિંગ, ઉત્તરાખંડમાં કેદારનાથ, મહારાષ્ટ્રમાં ભીમાશંકર જ્યોતિલિંગ, ઉત્તરપ્રદેશમાં વિશ્વનાથ જ્યોતિલિંગ, મહારાષ્ટ્રમાં ત્રયંબકેશ્વર જ્યોતિલિંગ, ઝારખંડમાં વૈદ્યનાથ જ્યોતિલિંગ, ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિલિંગ, તમિલનાડુમાં રામેશ્વરમ અને મહારાષ્ટ્રમાં ધુષ્ણેશ્વર જ્યોતિલિંગ.