દિલ્હી: આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે હરિદ્વારમાં તેમના પ્રવાસ દરમિયાન મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે સનાતન ધર્મ એ હિંદુ રાષ્ટ્ર છે. ભારત 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. ભારતનો ઉદય થશે તો ધર્મથી જ ઉદય થશે.
કનખલના સન્યાસ રોડ સ્થિત શ્રીકૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમમાં આરએસએસ પ્રમુખ બ્રહ્મલિન મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિ, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ગુરુત્રય મંદિરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. મોહન ભાગવતે કહ્યું કે સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. જે તેના માર્ગમાં આવે છે તેનો નાશ થશે. આરએસએસ પ્રમુખે જણાવ્યું કે, જો કે સંતોના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 20 થી 25 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે.
જો કે બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે 15 વર્ષનું વચન ન આપો. 15 વર્ષમાં નહીં, 15 દિવસમાં કરો, પરંતુ સૌથી પહેલા PoK ને દેશમાં જોડવું પડશે, પાકિસ્તાનને જોડવું પડશે. સંજય રાઉત દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે કોઈએ રોક્યા નથી. પરંતુ, 15 વર્ષનું વચન ન આપો.
રાઉતે વધુમાં કહ્યું કે કાશ્મીરી પંડિત ભાઈઓની ધર વાપસી સુરક્ષિત રીતે થવી જોઈએ. અખંડ હિન્દુસ્તાનનું સપનું કોણ નથી જોતું? વીર સાવરકરને ભારત રત્ન આપો.