- ભારત 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે
- રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો
દિલ્હીઃ- ભારત દેશ હવે દરેકક્ષેત્રમાં વિશઅવની સાથે કદમ મીલાવી રહ્યો છે દરેક ક્ષેત્રે ભારત હવે ઊંંચાઈ સર કરી રહ્યો છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ ભારતની સરહાના કરતા કહ્યું કે આવનારા 25 વર્ષમાં ભઆરત વિશઅવગુકરુ બની જશે, રાષ્ટ્રપતિે આ બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને 4 ડિસેમ્બર રવિવારે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણીને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતને મહાન કહેવામાં આવે છે કારણ કે તે ઊર્જાથી ભરેલો દેશ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે ત્યાં સુધીમાં તે વિશ્વગુરુ બની જશે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ‘નૌકાદળની જવાબદારી ભારતના રાષ્ટ્રીય દરિયાઈ હિતો માટે સુરક્ષા કવચ સુનિશ્ચિત કરવાની છે. તેણે તેના સંકલ્પ, પ્રતિબદ્ધતા, ક્ષમતા વિકાસમાં આગળ જોવામાં અડગ રહેવાનું છે અને આ વર્ષે નેવી ડેની થીમ ‘કોમ્બેટ-તૈયાર, વિશ્વસનીય, સંયુક્ત અને ભાવિ-સાબિતી’ માં પ્રતિબિંબિત થાય છે તેમ કાર્યમાં પરિણામો આપવા પડશે.
રાષ્ટ્રપતિએ કહ્યું, ‘સંગીત હોય, રમત હોય, સંસ્કૃતિ હોય અને સૈન્ય હોય, ભારતના લોકોમાં એવી ઉર્જા છે કે દરેક ક્ષેત્ર ભારતને આગળ લઈ જવાની ક્ષનમતા ધરાવેછે. મને ખાતરી છે કે ભારત તેની આઝાદીની શતાબ્દીની ઉજવણી કરશે ત્યાં સુધીમાં તે વિશ્વગુરુ બની જશે અને તેનું ગૌરવ પાછું મેળવશે.
આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યુંહતું કે કેટલીક જગ્યાઓ છે જેને ભરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય ગર્વ અનુભવી શકે. સાથે આગળ વધો અને નવા અને વિકસિત ભારતમાં પ્રવેશ કરો.રાષ્ટ્રપતિએ કહ્યું કે નેવી ડેએ ભારતને અમૃત કાલમાંથી પસાર થઈને સુવર્ણ ભવિષ્ય તરફ આગળ વધવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે.