દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે,સરકાર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ટકાઉ વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.પીએમ મોદીએ કહ્યું કે હરિયાળી વિકાસ તરફ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ઇથેનોલ મિશ્રણ, પીએમ કુસુમ યોજના, સૌર ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું, રૂફટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, ઇવી બેટરી સ્ટોરેજનો સમાવેશ થાય છે.
પીએમએ કહ્યું કે,આ વર્ષના બજેટમાં ગ્રીન ગ્રોથ અંગેની જોગવાઈઓ એક રીતે આપણી આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે.2014 થી, ભારત રિન્યુએબલ ક્ષમતા વધારામાં સૌથી ઝડપી રહ્યું છે.કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેના ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે,FAME-2 યોજના હેઠળ ઈલેક્ટ્રીક વાહનો દ્વારા 229 મિલિયન લીટર ઈંધણની બચત થશે, સાથે જ 339 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો થયો છે.
વડાપ્રધાને કહ્યું કે,અમારી સરકાર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ટકાઉ વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.” ગ્રીન ગ્રોથ પરના વેબિનારમાં છ સત્ર હશે, જેમાં ગ્રીન ગ્રોથના એનર્જી અને નોન-એનર્જી બંને ઘટકોને આવરી લેવામાં આવશે.હરિયાળી વૃદ્ધિ એ કેન્દ્રીય બજેટ 2023-24ની સાત ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે, જેનો ઉદ્દેશ્ય દેશના હરિયાળા ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન, પર્યાવરણને અનુકૂળ કૃષિ અને ટકાઉ ઉર્જાનો છે.