Site icon Revoi.in

કોરોનાની લડતમાં ભારત લાવશે બીજુ હથિયારઃ ટૂંક સમયમાં આવશે સ્વદેશી ‘એન્ટી કોવિડ પીલ્સ’

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાની લડતમાં ભારતનું મહત્વનું યોગદાન રહ્યું છે, ભારતની વેક્સિન વિશ્વભરમાં કારગાર સાબિત થઈ છે ત્યારે ભારત વધુ એક પ્રગતિ કરવા જઈ રહ્યું છે, કોરોનાની લડતમાં ભારતનું વધુ એક હથિયાર ટૂંક સમયમાં આવશે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાના રક્ષમ માટે પિલ્સ બનાવવામાં આવશે જે કોરોના દર્દીઓને આપવામાં આવશે અને તેમના હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઘટાડશે.

આ સમગ્ર બાબતે જાણકારી પ્રમાણે આ મર્કની એન્ટિવાયરલ દવા કે જેનું નામ છેમોલનુપીરવીર, જે  કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે થોડા દિવસોમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપ, સીએસઆઈઆરના પ્રમુખ ડૉ. રામ વિશ્વકર્માએ કહ્યું કે આ દવા એવા પુખ્ત વયના લોકો માટે હશે જેમનામાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે અથવા જેમને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વર્તાઈ રહ્યું છે.

કોવિડ સ્ટ્રેટેજી ગ્રૂપ, સીએસઆઈઆર, પ્રેસિડેન્ટ ડૉ. રામ વિશ્વકર્માએ  મીડ્યા સાથએ વાત કરતા જણાવ્યું કે ફાઈઝરની ટેબલેટ પેક્સલોવિડને આવવામાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે બે દવાઓ આવવાથી ઘણી અસર થશે. તેમણે કહ્યું કે તે કોરોના મહામારી સામે લડવામાં રસીકરણ કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

આ સમગ્ર બાબતને લઈને તેમણે વધુમાં જણાવ્યું હતું “મને લાગે છે કે મોલમનુપીરવીર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આવી પાંચ કંપનીઓ છે જે દવા ઉત્પાદક સાથે મળીને કામ કરી રહી છે. આવી સ્થિતિમાં, અમને ગમે ત્યારે તેનો ઉપયોગ કરવાની પરવાનગી મળી શકે છે”

ત્યારે બીજી તરફ ફાઈઝરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની દવા પેક્સલોવિડ કોમોર્બિડ દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુનું જોખમ 89 ટકા ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.