- ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખશે – સીતારમણ
- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે
દિલ્હીઃ- ભારત હંમેશા પોતાના નાગરિકોનું હિત ઈચ્છે છે અને એટલે જ યુક્રેન પર કરેલા રશિયાએ હુમલા બાદ પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નથી કરી રહ્યું ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ વાત કરી છે,નાણામંત્રીએ વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સ્પ્રિંગ મીટિંગ દરમિયાન એક ખાનગી મીડિયા સંસ્થા સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું છે કે જો ઓપેક જૂથ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ઉત્પાદનમાં ઘટાડો ઉર્જા ખર્ચમાં વધારો કરે તો ભારત G7-લાદવામાં આવેલી કિંમત મર્યાદાની નજીક અથવા તેનાથી ઉપર રશિયન ક્રૂડ ખરીદી શકે છે.
અહી ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને અમેરિકામાં IMFની સ્પ્રિંગ મિટિંગમાં ભારતની ઈકોનોમી સામેનાં આર્થિક પડકારો, નવી નોકરીઓનું સર્જન, અદાણી ગ્રૂપનો ધબડકો તેમજ અન્ય મહત્ત્વનાં મુદ્દા પર મહત્ત્વની વાત કરી હતી,સીતારામને અદાણી ગ્રૂપ અંગે હિન્ડનબર્ગનાં રિપોર્ટ અને તે પછી ગ્રૂપ કંપનીનાં શેરોનાં ભાવમાં કડાકા અંગે કહ્યું કે સરકારે આ સમગ્ર મામલાથી અંતર રાખ્યું છે. હાલ સુપ્રીમ કોર્ટની સમિતિ તપાસ કરી રહી છે.
આ સહીત સીતારમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની ભયાનક પરિસ્થિતિને જોતા, આપણે શ્રેષ્ઠ સોદો શોધવા માટે સતત પુનઃમૂલ્યાંકન કરવું પડશે.નાણામંત્રીએ કહ્યું કે દેશ તેની મોટી વસ્તીને સેવા આપવા માટે પોસાય તેવા ભાવો પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઓપેક દેશો દ્વારા ક્રૂડનાં ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવ્યા પછી ક્રૂડ ઓઈલનાં ભાવ વધશે તો ભારત રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે.
ભારતની ઈકોનોમી માટે ક્રૂડ ઓઈલની ખરીદી મહત્ત્વની હોવાથી અમે સસ્તામાં સસ્તી કિંમતે તેની ખરીદીનાં સોદા કરતા રહીશું. તેમણે કહ્યું કે, રાજકોષીય ખાધને 5.9 ટકાનાં દરે સીમિત રાખવા તમામ પગલાં લેવાશે. સરકારી કંપનીઓનાં ખાનગીકરણની ગતિ ધીમી છે પણ કંપનીઓને ટકાવી રાખવા તમામ પગલાં લેવાઈ રહ્યા છે
સીતારમણે કહ્યું કે, ભારત સરકાર અર્થવ્યવસ્થાને ગતિશીલ રહે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતું પ્રયાસ કરી રહી છે. ઓપેક આઉટપુટ કટ અને રશિયા-યુક્રેન સંઘર્ષ સંબંધિત તમામ નિર્ણયોની અસર સહિતના બાહ્ય પરિબળો આંતરિક બાબતો કરતાં વધુ ચિંતાજનક છે.