વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં રશિયા પાસેથી હથિયારોની ખરીદીના મામલે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાની સેનેટના બે સાંસદોએ ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પ્રમાણે તેમણે ભારતને નાટો સદસ્ય બનાવવાની વાત કહી છે. જેથી ભારતને સરળતાથી અમેરિકાના હથિયાર વેચી શકાય. જો સદસ્ય બનાવવામાં આવે નહીં, તો ભારતને દરજ્જો જ આફી દેવામાં આવે. જો આ પ્રસ્તાવ પારીત થઈ જશે, તો ભારતને અમેરિકા તરફથી આધુનિક હથિયારો મળવા સરળ બની જશે.
ખાસ વાત એ છે કે જે બે સાંસદ આ પ્રસ્તાવ લાવ્યા છે, તે અમેરિકાની બંને પાર્ટીઓ સાથે સંબંધ ધરાવે છે. માર્ક વોર્નર ડેમોક્રેટિક પાર્ટી અને જોન કોર્નયેન રિપબ્લિકન પાર્ટીના છે. આ પહેલા બંને ભારતને અમેરિકાના મહત્વપૂર્ણ સંરક્ષણ સાથીદાર ઘોષિત કરવાની પણ માગણી કરી ચુક્યા છે.
સાંસદોની આ માગણી એ સમયે સામે આવી છે કે જ્યારે આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થવાની છે. બંને નેતા જાપાનના ઓસાકામાં યોજાનારી જી-20ની સમિટમાં મુલાકાત કરશે. તો અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે.
મહત્વપૂર્ણ છે કે ભારત અને અમેરિકા વચ્ચે COMCASA સંધિ થયેલી છે. તેના પ્રમાણે સુરક્ષાની સાથે તકનીકી લેણદેણ પણ થાય છે. આ સિવાય બંને વચ્ચે બીઈસીએ એટલે કે બેસિક એક્સચેન્જ કોર્પોરેશન એગ્રિમેન્ટ પર વાત થઈ રહી છે.
જો આ દરજ્જો મળે છે, તો ભારત, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની શ્રેણીમાં સામેલ થઈ જશે. ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દાઓ પર વાત કરનારા અમેરિકા અને ભારત સ્ટ્રેટજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમના પ્રમુખ મુકેશ અધિએ પણ અમેરિકાના સાંસદોના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને કહ્યુ છે કે આમ કરવું ભારત અને અમેરિકાની દોસ્તીને વધુ મજબૂત કરશે.
મહત્વપૂર્ણ છે કે હાલ આ પ્રસ્તાવને સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેસન્ટેટિવ બંને ગૃહોમાં પારીત કરાવવો પડશે,ત્યારે આ લાગુ થઈ શકશે.