1. Home
  2. ગુજરાતી
  3. ભારત દેવાથી ડૂબેલા દેશોની મદદ કરશે – નાણામંત્રી નિર્મલા સીતારમણ
ભારત દેવાથી ડૂબેલા દેશોની મદદ કરશે – નાણામંત્રી નિર્મલા સીતારમણ

ભારત દેવાથી ડૂબેલા દેશોની મદદ કરશે – નાણામંત્રી નિર્મલા સીતારમણ

0
Social Share

દિલ્હીઃ ભારત સતત અનેક દેશોની મદદે આવતો દેશ છે કોરોના હોય કે પછી કોઈ બીજી મુશ્કેલી મિત્રતા નિભાવવામાં ભારત મોખરે છે ત્યારે હવે દેવાથઈ ડૂબેલા દેશોની વ્હારે પણ ભારતક દેશ આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક દ્વારા ઓનલાઈન આયોજિત G20 સત્રને સંબોધતા સીતારમણે કહ્યું, “અમે તાજેતરના વર્ષોમાં આટલા મોટા પડકારો ક્યારેય જોયા નથી. ભારતે સુનિશ્ચિત કર્યું છે કે ભૌગોલિક રાજકીય મતભેદો આંતરરાષ્ટ્રીય સહયોગને અસર ન કરે અને આ જી 20 જૂથ અને સમિટનો મુખ્ય ખ્યાલ છે.

આજરોજ શુક્રવારના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે એવા સમયે અન્ય દેશોને મદદનું આહવાન કર્યું છે કે જ્યારે બહુપક્ષીયતા સૌથી મોટો પડકાર  છે ત્યારે દેવાથી ડૂબેલા દેશોને મદદ કરવા માટે સમૃદ્ધ દેશોની આગેવાની હેઠળના સંયુક્ત વૈશ્વિક પ્રયાસો માટે આહ્વાન કર્યું હતું.

વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ભારતે અત્યાર સુધી એ સુનિશ્ચિત કર્યું છે કે તમામ આર્થિક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાય, ખાસ કરીને દેવાની સમસ્યાનો ઉકેલ શોધવામાં કે જેનો આજે ઘણા મધ્યમ આવક ધરાવતા દેશો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સિવાય બહુપક્ષીયતાના પડકારોથી ઉદ્ભવતી સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નો કરવા જરૂરી છે

વધુમાં પોતાની વાતને આગળ ઘપાવતા તેમણે કહ્યું કે ભારતની G20 અધ્યક્ષતાએ વૈશ્વિક દેવાની નબળાઈઓના સંચાલનને ખૂબ મહત્વ આપ્યું છે જેનો ઘણા દેશો આજે સામનો કરી રહ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે સહકાર આપવાનો અને ઓછી આવકવાળા અને નબળા મધ્યમ-આવકવાળા દેશો માટે દેવાના તણાવનો સામનો કરવા માટે દેવાના પુનર્ગઠન પ્રયાસોનું સંકલન કરવા માટે મજબૂત માર્ગો શોધવાનો સમય આવી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code