- મધ્ય એશિયાઈ દેશોની NSA સમ્મેલન
- આજે ભારત કરશે આ સમ્મેલનું આયોજન
- અનેક ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા
દિલ્હીઃ- ભારત દેશ ખૂબ જ પ્રગતિશીલ દેશ છે,વિશ્વના દરેક મોર્ચે પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે,અએનેક મોટા સમ્મેલનોનું ભારત દ્રારા આયોજન થઈ રહ્યું છે,વિશઅવભરના નેતાઓ પ્રધાનમંત્રીના કાર્યોના વખાણ કરી રહ્યા છે ત્યારે આજરોજ ફરી એક વખત ભારત વિશેષ બેઠકનું આોજન કરવા જઈ રહ્યું છે,
પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રથમ વખત, મંગળવારે મધ્ય એશિયાના દેશોના તેમના સમકક્ષો સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરશે.આ સાથે જ મહત્વની વાત એ છે કે આ આ પ્રથમ વખત હશે જ્યારે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના એનએસએ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક માટે દિલ્હીમાં હાજરી આપશે.
વધુ જાણકારી અનુસાર પ્રથમ ભારત-મધ્ય એશિયા વર્ચ્યુઅલ સમિટના લગભગ 10 મહિના પછી યોજાનારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની કોન્ફરન્સ, અન્ય મુદ્દાઓ ઉપરાંત મધ્ય એશિયાઈ ક્ષેત્ર સાથે ભારતની કનેક્ટિવિટી વધારવાના માર્ગો પર ચર્ચા કરશે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની બાજુમાં તેમના સમકક્ષો સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે. તુર્કમેનિસ્તાનના NSA આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તેમના દેશનું પ્રતિનિધિત્વ ભારતમાં તેમના રાજદૂત કરશે.
આ કોન્ફોરન્સ મુખ્યત્વે અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને તાલિબાન હેઠળના દેશમાંથી ઉદ્ભવતા આતંકવાદના જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઓ કોન્ફોરન્સ બાદ એક સંયુક્ત સંદેશાવ્યવહાર જારી કરવામાં આવશે, જેમાં સુરક્ષા ક્ષેત્રે સહકાર માટે કેટલીક પદ્ધતિઓ અને માળખાની રૂપરેખા અપેક્ષિત છે.અફઘાનિસ્તાનમાં વિકસતી સુરક્ષા સ્થિતિ અને તે દેશમાંથી ઉદ્ભવતા આતંકવાદના ખતરાનો સામનો કરવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.