નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો સમગ્ર દેશમાં લાગુ થયા બાદ વિવિધ ચર્ચાઓ થવા લાગી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા 3 દેશના પીડિત બિન-મુસ્લિમને ભારતીય નાગરિકતા આપવાનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેમજ કાયદાના ભેદભાવપૂર્ણ બતાવવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે સિનિયર ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, આનો મતલબ એવો નથી બનતો કે પીડિત લોકોના એક વર્ગને નાગરિકતા આપવા માટે સમગ્ર દુનિયાના લોકોને સામેલ કરવામાં આવે. જેમને નાગરિકતા આપવામાં આવશે તે ભારતીય એથ્નિસિટીના છે. ધાર્મિક આધાર પર તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે.
સીએએથી સમાનતાનો અધિકાર અને અનુચ્છેદ 14ના ઉલ્લંઘનના દાવાને લઈને તેમણે કહ્યું કે, અનુચ્છેદ 14 હેઠલ તમામ ભારતીયોને ભારતમાં અધિકાર મળે છે. નાગરિકતા કાનૂન એક નીતિગત ચોઈસ છે. તેમણે બ્રિટનની સ્થિતિનો હવાલો આપતા જણાવ્યું હતું કે, બ્રિટનને શરણાર્થીઓ માટે દરવાજા ખોલ્યા, અને આજે તેમનાથી જ પરેશાન છે. બ્રિટેનમાં ઈમિગ્રેશન સિસ્ટમ ધ્વસ્ત થઈ રહી છે. બ્રિટન પોતાનો રુઆબ ગુમાવી રહ્યું છે. હું લંડનમાં રહું છું પરંતુ આ શહેર જર્જર હાલતમાં છે, જ્યારે હું દિલ્હી ઉતરુ છું ત્યારે મને લાગે છે કે એક વિકાસશીલ દેશમાંથી એક વિકસિત દેશમાં આવ્યો છું. આ અંતર છે. લંડનમાં 200 પ્રવાસીઓ માટે ઈમીગ્રેશન ઉપર બે વ્યક્તિ છે જ્યારે દિલ્હી એરપોર્ટ ઉપર 14 વ્યક્તિ છે. લંડન પાસે તેમની માટે નાણા જ નથી.
ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને કાનૂનના વિરોધમાં તર્ક આપવામાં આવે છે કે, નાગરિકતા કાનૂન ભારતની ધર્મનિરપેક્ષતાને પ્રભાવિત કરે છે. આ અંગેના સવાલ ઉપર તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે એવા રિસોર્સજ નથી કે અમે સમગ્ર દુનિયાના લોકોની મદદ કરી શકીએ. જ્યારે સરકાર યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે ત્યારે લોકો કહે છે કે, આ તમામ સાથે એક જેવો વ્યવહાર નથી કરતો, પરંતુ નાગરિકતા કાનૂન તેનાથી ઉલ્ટો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત એ મોટો ભાઈ ન બની શકે જે પાકિસ્તાન સાથે આંતર ધાર્મિક વિવાદ ઉકેલવા માટે બેસે. ભારત દુનિયાના તમામ પરેશાન લોકો માટે પોતાની સીમા ખોલી ના શકે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના જે લોકોને નાગરિકતા આપવાની વાત છે તે અમારી જ જાતિના લોક છે. સીએએમાં મુસ્લિમ બહુમતી ધરાવતા 3 દેશના પીડિત લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. જેને લઈને તેમણે કહ્યું કે, મારી પત્ની એક અફઘાની છે, જ્યાં સુધી અફઘાનિસ્તાનની વાત છે કે, મારી પત્ની એક અફઘાની મુસ્લિમ છે, મોટી થતાની સાથે તેમને પહેલા પરિવાર, પછી સમુદાય, દેશ અને ધર્મ વિશે શિખવાડાય છે. પરંતુ આજે આ બદલાઈ ગયું છે કેમ કે અહીં તાલિબાની શાસન છે. ભારત પોતાની સીમા નથી ખોલી રહ્યું. ભારત પ્રવાસીઓને આમંત્રણ નથી આપી રહ્યું, આ એ લોકો છે પહેલા પલાયન કરી ગયા હતા પરંતુ નાગરિકતા નથી મળી.