કોરોના સંકટ સામે હવે ભારતને વધુ એક સ્વદેશી વેક્સિન મળશે, ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ
- સપ્ટેમ્બરમાં રસી લોન્ચ કરાય તેવી શક્યતા
- ઓગસ્ટમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવે સંભાવના
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. હાલ દેશની જનતાને ભારતમાં જ બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિન આપવામાં આવે છે. જો કે, આગામી દિવસોમાં વધુ એક સ્વદેશી કોવિડ-19 રસી ઉપલબ્ધ થઈ જશે. આ રસી સપ્ટેમ્બર સુધીમાં લોંચ થાય તેવી શકયતા છે. ભારતમાં હાલ 40 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, હૈદરાબાદની કંપની બાયોલોજીકલ પોતાની રસી ‘કોરવીવૈકસ’નું ત્રીજા સ્ટેજનું કિલનિકલ ટ્રાયલ કરી રહી છે. જેથી આ રસીની ઓગસ્ટના અંત સુધીમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગવામાં આવે તેવી શકયતા છે. તેમજ ડિસેમ્બર સુધીમાં સરકારને 30 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય રાખ્યો છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યા અનુસાર કંપનીને 1,500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે. જોકે, આ રસી કેટલી અસરકારક છે તે હજુ સામે આવ્યું નથી. કોવિડ વર્કીંગ ગ્રુપનાં વડા ડો.એન.કે.અરોરાએ કહ્યું હતું કે આ અમેરીકાની કંપની નોવાવેકસની રસીની પેટન્ટ પર અસરકારક રહી શકે તેમ છે કારણ કે અંતે રસી એક જ ટેકનિક પરથી બની છે. નોવાવેકસનાં જણાવ્યા મુજબ તેમાં દ્વારા ઉત્પાદન કરવામાં આવતી રસી મધ્યમથી લઈને ગંભીર કોરોનાની બચાવ માટે 100 ટકા સુધી અસરકારક છે.